________________
મેનકાની દુર્દશા.
૩૧
જે સહાય નું સુખી થવા તે બોધ લે તુજ દુઃખથી, ડરતી રહે મન વચન ને કાયા થકી તું પાપથી. પરિપૂર્ણ પશ્ચાતાપથી તુજ પાપ બાળી શુદ્ધ થા, Èખથી છુટી સુખી થવા ઉપાય એ છે સર્વથા. નિર્દોષને સપડાવતાં સપડાય પિતે પાશમાં, નહિ પાપ છેડે આ અગર નિશ્ચ બીજા અવતારમાં. ઘડી બે ઘડીના રંગથી ચિત્ત નહીં કરી રાચવું, ન દગો સગે છે કેઈને નિશ્વે મહાસુખ માનવું.
પ્રિય વાચકે ! વસ્તુસંકલનાને અરધો ભાગ હજુ બાકી છે. અખલિતપણે વહેતા, અમૃતસરિતાના પ્રવાહને વચ્ચેથી એકદમ અટકાવતાં વાંચનરસને ભંગ થાય એ સ્વાભાવિક છે પરંતુ એકજ તરંગમાં આખી નવલકથાની વસ્તુસંકલનાનો સમાવેશ કરવાથી પુસ્તકનું કદ ઘણું મોટું થાય તેથી આટલેથી એક તરંગ અટકાવી ઉપસ્થિત કરેલી કલ્પનાને પરિણામરૂપે ફલિભૂત કરી તાત્પર્ય ગ્રહણ કરાવનાર આગળની હકીકત બીજા તરંગમાં સંપૂર્ણ કરી મારા હૃદયમાંથી વહેતો અમૃત-સરિતાને પ્રવાહ ખાલી કર્યો છે તેમાં નિમજ્જન કરવા નમ્ર વિનંતી છે. વળી તે સાથે મારું એટલું નમ્ર સૂચન છે કે આ નવલકથા સંબંધી અભિપ્રાય બાંધતા પહેલાં અમૃત સરિતાના બંને તરંગ વાંચવા કૃપા કરશે જેથી પરિસ્થિતિની તુલનાને, વસ્તુકલ્પનાની ગુથર્ણને, સુધારણ ધારેલી યોજનાને, પરિણામને અને પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે મારા હૃદયના વિચારને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી શકે અને ન્યાય આપી શકાય. હવે બાકીને પરિચય બીજા તરંગના અંતે કરવામાં આવશે.
(અપૂર્ણ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com