________________
મેનકાની દુર્દશા.
૩૮૯
સૌ મારી અને મારી બેનની છોકરીઓ છે, રમે છે, આનંદ કરે છે, કે કે તે ગાયન પણ કરે છે.” એમ મોહજાળમાં નાખી એક સુંદર એરડામાં તેને મુકામ આપ્યો. ઓરડામાં એક મોટો સુંદર પલંગ ટેબલ ખુરશીઓ કાચ હીંચેળ વગેરે સામગ્રીઓ તૈિયાર હતી.
દુર્ગ–“મેનકા ! તમે કપડાં કાઢી નિરાંતે બેસે. આ એારડે તમારા સુવાને માટે છે. આમાં પાણી, મેરી વગેરે તમામ સવડ છે.
અરધા કલાક પછી તમને જમવા માટે બેલાવું છું. આ ઘર તમારું પિતાનું સમજવાનું છે. નિરાંતે બેસે. તમારે જે કંઈ કરને બોલાવ હેય તે આ બટન દબાવજે એટલે તે તરતજ હાજર થશે. મારી છડીએ હમણું તમારી પાસે પાછી આવશે” એમ ખોટો વિશ્વાસ આપી દુર્ગા અંદર ચાલી ગઈ.
અરધા કલાક પછી એક બાઈ મેનકાને જમવા બોલાવવા આવી. દુર્ગાની સાથે મેનકાએ જમી લીધું, પણ તેને સમજવામાં આવ્યું કે કાંઈ પટજાળ પાથરવામાં આવી છે. ઘરમાં ચારે બાજુ અમર્યાદા ભરેલી રીતે ઠઠ્ઠા મશ્કરી ચાલતી હતી. એક બાજુ ગાનતાન પણ ચાલી રહ્યાં હતાં, કેઈ ખંડમાં શરાબના પ્યાલાના આગ્રહ થઈ રહ્યા હતા. સ્વછંદી અને દુરાચારી પુરૂષો આવ જ કરી રહ્યા હતા. જેમ જેમ રાત્રિને વખત જતે ગયો અને જુદા જુદા પ્રકારનાં દૃશ્ય દૃષ્ટિગોચર થતાં ગયાં તેમ તેમ મેનકાને ખાત્રી થવા લાગી કે પિતે જયંતીલાલના ખાનગી કુટણખાના કરતાં મોટા જાહેર કુટણખાનામાં સપડાઈ છે.
આમ પિતાના ઓરડામાં બેસી મેનકા વિચાર કરે છે એટલામાં દુર્ગાએ આવી જણાવી દીધું “મેનકાબાઈ ! તારે તે અમારે ત્યાં કાયમનું રહેવાનું છે. જેમ આ જુવાન છોકરીઓ પાસેથી કામ લેવામાં આવે છે તેમ તારી પાસેથી અમારે કામ લેવાનું છે, સમજી? બસંતીલાલને બે હજાર રૂપીઆની નોટ આપી અમે તને વેચાતી રાખેલી છે. આજ તો તને કાંઈ કહેતી નથી પણ કાલથી તારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com