________________
મેનકાની દુર્દશા.
૩૮૭ avronorvanna
રસ્તામાં મેનકા દુર્ગાને કહેવા લાગી “કેમ તમારે સામાન નથી?”
દુમાં અમારે સામાન માણસ સાથે સ્ટેશન ઉપર મોકલી આપે છે. અમારી તથા તમારી ટીકેટ પણ લેવા કહેલું છે. તમે જરા પણ કાળજી કરશે નહીં. અમારી છેડીઓ જેવી તમને સમજીએ છીએ.”
મારૂતી–“પ્રભુની અમારા ઉપર કૃપાદૃષ્ટિ છે, અમારે માટી ચાર છેડીઓ છે અને બે છોકરા છે. અમારી એક સાળી મરી ગઈ છે, તેમની ચાર છેડીઓ પણ અમારે ત્યાં રહે છે. સૌને પરણાવેલી છે. મોટા ભાગે તેઓ અમારે ત્યાં રહે છે. સાસરામાં નરમગરમ એટલે તે અમારે ત્યાં આવે, ખાય પીએ અને આનંદ કરે. પ્રભુની કૃપાથી સારું છે. મોટું ઘર છે. જમીન જાગીર છે. ચાકર દાસીઓ વગેરે કામ કરનાર માણસો છે. એક પંગતે ઘરનાં વીસ પચીસ માણસો સાથે જમવા બેસે છે. બે તે રસેઆ રાખેલ છે.'
મેનકા–“એમ કે?”
દુર્ગા–“જે વહેલાં નીકળ્યાં હોત તો તમને ઘર દેખાડવા લઈ જાત. હશે હવે તમે જ્યારે ફરી અત્રે આવશે ત્યારે બતાવીશું. મારી તથા મારી બેનની છેડીએ તમારા જેવીજ મળતીઆ સ્વભાવની અને હસમુખી છે. મને તે હસમુખુંજ માણસજ પસંદ પડે છે.”
એમ વાતો કરતાં કરતાં સ્ટેશન આગળ આવી પહોંચ્યાં અને નીચે ઉતર્યા તે સ્ટેશન ઉપર કોઈ માણસ કે મુસાફર દેખાયું નહીં. આથી મારૂતી આશ્ચર્ય પામી કહેવા લાગે “આ શું? કાંઈ સમજાતું નથી! ગાડી ઉપડી ગઈ કે શું? હજુ તો નવમાં સાત મીનીટ કમ છે.”
દુર્ગ-“આપણા માણસે પણ જણાતાં નથી. સ્ટેશન માસ્તરને પુછી આવી ખબર તો કરો.”
મારતી ઍફીસમાં ખબર કરી આવી કહેવા લાગે “સ્ટેશન માસ્તરે તો મને બનાવ્યું. બે દિવસથી ટ્રેનને ટાઈમ બદલાઈ ૮ વાગ્યાને થયો છે, “શહેરમાં રહે છે કે શહેર બહાર ?" આ પ્રમાણે રાક જવાબ સ્ટેશન માસ્તરે મને પરણાવી દીધું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com