________________
૩૮૫
મેનકાની દુર્દશા. મેનકા–“તે માટેજ મેં તમને ભલામણ કરી હતી. તમારા શીવાય બીજું કોણ મારું એાળખીતું છે ?”
એટલામાં મારૂતીપ્રસાદ આવ્યો. તેને જોઈ બસંતીલાલ બોલ્યો “મેનકા, જા આ પાલો ઠંડો થઈ ગયો હશે માટે ગરમ કરીને લાવ.” મેનકા ચા ગરમ કરવા અંદર રસોડામાં ગઈ એટલે બસંતીલાલે મારૂતીપ્રસાદ પાસેથી એક હજારની નોટો ગણી લીધી. અને બાકીના એક હજાર રાત્રે આઠ વાગે લાવવાની સૂચના કરી.
મેનકા ચાને પ્યાલો લઈ આવીને મારૂતીપ્રસાદના હાથમાં આપ્યો. તે પીવા લાગ્યો. પછી બીજી થોડી હાસ્યવિનંદની વાત કરી પાન સેપારી લઈ દુર્ગ અને મારૂતીપ્રસાદ વિદાય થયાં. જતી વખતે બસંતીલાલે ખાસ આગ્રહ કરી કહ્યું “પણ નવ વાગે જરૂર તમે બંને જાતે તેડવા આવજે. કેઈ માણસને મોકલશે નહીં.”
જયંતીલાલ, લાલભાઈ શેઠને બંગલે જઈ જમી બપોરે અગીઆર વાગે ઓરડીએ આવ્યો. બસંતીલાલ તેની ઓરડીમાં જઈ તેને કહેવા લાગ્યો “જયંતીલાલ ! તમે સવારના ઉઠીને ગયા તે ગયાજ. ચા માટે તમારી ઘણું રાહ જોઈ, પણ તમે તે આવ્યાજ નહીં.”
જયંતીલાલ–“શું કરું? પેલા કેસની મહેકાણમાં વાર લાગી. શેઠને કેાઈ સગે જે મારે જામીન થયું છે, તે તેડવા આવ્યો અને વકીલને ત્યાં લઈ ગયો તેથી આવી શકાયું નહીં. મારે તો છવજ હમણું ઠર બેસતો નથી."
બસંતીલાલ–“તમારું એક કામ મેં આજે કરી નાખ્યું છે. મેનકાને ઘર જેવી સેબત કરી આપી છે. ધણી ધણુઆણી અમરાપુર જવાનાં છે, તેમની સાથે રાતની ટ્રેનમાં જશે, તેઓ આઠ વાગે તેડવા આવશે. મેનકા ! તારી પેટીઓ તૈયાર રાખજે, વાળ કરી જયંતીલાલ કદાચ મેડા આવે તો તને હરકત પડશે માટે તારી પેટીઓ મારી ઓરડીમાં મુકી દેજે અને ઓરડીની કુંચીએ જયંતીલાલને આપી દેજે. જયંતીલાલ ! તમે પણ તમારી ઓરડી
૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com