________________
૩૭૪
પ્રકરણ ૩૬ મું.
હું તમને બતાવું.” એમ કહી તે આગળ થયો.
બે ત્રણ ગલીએ, વટાવી કે તે મકાન આવ્યું. પુરૂષોને બહાર રાખી ચતુરશ્રી અને ઉર્મિલા અંદર ગયાં તે ઉત્તમશ્રી તથા ચંદન શ્રી આહાર પાણી લઇ પરવારી આગલા ભાગમાં આવતાં હતાં. તેમને જોઈ ચતુરશ્રી અને ઉર્મિલા ખમાસણ લઈ વંદન કરવા લાગ્યાં. વંદન કરી ચતુરા બેલી “મહારાજ ! મને ઓળખી ?
ઉત્તમશ્રી-“ચતુરા ! તને કેમ ન ઓળખું છુટા પડે હજુ બે માસ થયા નથી એટલામાં ભૂલી જાઉં? તને આ પ્રમાણે સાજી થયેલી જોઈ હું ઘણી જ ખુશ થઈ છું. તારા ગયા પછી તે અત્રે ખૂબ તકરાર થઈ. આચાર્યશ્રીના ભકતે આવ્યા અને અમને ઉપાશ્રયમાંથી કાઢ્યાં. પણ તેમની સામે બીજી જુવાનીઆ ટોળી ઉભી થઈ છે, તેમણે અમને અને મકાન આપ્યું. અત્રે પણ એક શશીકાંતની દીક્ષાને ઝગડો ઉભું થયું છે, મારા મારી અને લડાઈઓ ચાલે છે. ચતુરા ! તું તે દુઃખમાંથી છુટી પણ અમે બે તે દુઃખમાં સડીએ છીએ. “ તારી સાથે આ કેણ છે?”
ચતુરા- “એ અમારાં ખાસ મેળાપી છે.” ઉત્તમશ્રી–બહાર કોણ છે ?”
ચતુરા–“તે સૌ આપને મળવાને ચહાય છે.” એમ કહી તેમને અંદર બેલાવ્યા. મહારાજને વંદન કરી તેઓ તેમની આગળ બેઠા. પછી ચતુરા તેમની ઓળખાણ કરાવતાં કહેવા લાગી “આ રતિલાલ અને આ તેમનાં પત્ની ઉર્મિલા.” પછી ઉર્મિલા જરા હસીને બોલી
આ રમણિકલાલ અને આ તેમનાં પત્ની ચતુરા.” આ સાંભળી ઉત્તમ શ્રી હરી ધીમે રહી બોલ્યાં “હું તેમને સજોડે જોઈ ખુશી થઇ છું, પણ આ ભાઈ કોણ છે?”
રતિલાલ “તે મારા મિત્ર થાય છે. ” ઉત્તમથી—“તેમનું નામ શું?”
રતિલાલ-“શેઠ જગજીવનદાસ લૈટરીવાળ." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com