________________
સાધ્વીમાતાનું તીવ્ર સ્મરણ, તપાસ અને મેળાપ.
૩૭૭
ઉત્તમશ્રી-“ચતુરા! હું તેજ વિચાર કરું છું. પણ.....”
ચતુરા–“પણ બલી કેમ અટકી ગયાં ? તમારે જે અનુકૂકાતા જોઈતી હોય તે તમામ હું પૂરી પાડું. હું તો હવે સંસારી છું. માટે જરા પણ મુંઝાશે નહીં.”
ઉત્તમશ્રી–“હું મારી જાત માટે મુંઝાતી નથી પરંતુ આ બિચારી ચંદન શ્રી ચેલીની શી વલે થાય તેને મને વિચાર આવે છે. તેને હું જરા પણ છેડી શકું તેમ નથી. જ્યાં હું ત્યાં તે, મારા સુખે સુખી અને દુઃખે દુઃખી જેવો સંબંધ અમારા બંનેને છે. ચંદનબી ! રડીશ નહીં. હું તને મુકીને સંસારમાં જવાની નથી. પહેલી તું અને પછી હું. માટે ધીરજ રાખ. તું જરા પણ ચિંતા કરીશ નહી.”
ચતુરા–“ ત્યારે હવે શો વિચાર કરે છે ? જે કરવું ધાર્યું હોય તેને હવે અમલ કરે.”
ઉત્તમશ્રી—“ચતુરા ! પણ અત્યારે કપડાં ક્યાંથી મળી શકે ? આ વેશમાં તમારી સાથે અમે બહાર નીકળીએ તો અમારી મોટી ફજેતી થાય અને કદાચ શ્રાવકે મારવા પણ નીકળે.”
ચતુરા–“જે માણસે તમને શોધી શોધીને ઘેર લાવવાને ઠેઠ મુંબઈથી અને આવી પ્રયત્ન કરી રહ્યા છે તેમણે શું આવી તૈયારીઓ નહીં કરી રાખી હેય?”
ઉત્તમથી—“ ક્યાં છે કપડાં ?”
ચતુરા–“બે જોડી નહીં પણ ચાર જોડી કપડાં લાવી છું.” એમ કહી બહાર બેઠેલા માણસ પાસેથી પિટકી મંગાવી.
ચતુરાએ બાજુની એક ઓરડી હતી તેમાં તે બંને સાધ્વીએને લઈ જઈ સંસારી કપડાં પહેરાવી દીધાં. બંનેનું સ્વરૂપ બદલાઈ ગયું. પેલી ચંદન શ્રીને યુવાનીને મેહ જરા જરા આ વચ્ચે ગુપ્તપણે પ્રદર્શિત કરવા લાગ્યાં. આ વખતે અંધારું થઈ ગયું હતું. ત્યાંથી તેઓ નીકળી ગામ બહાર ધર્મશાળામાં ગયાં અને વિલંબ નહીં કરતાં મોટરમાં બેશી રાત રાત કનકનગર ગયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com