________________
૩૭૮
પ્રકરણ ૩૭ મું.
બીજા દિવસે શેઠને પુછી રમણિકલાલ પોતાના મિત્ર દશરથલાલને ત્યાં જઈ તેને તેડી લાવી શેઠની રૂબરૂ મેળવ્યો. શેઠને પસંદ પડ્યું અને તેને દરમાસે સે રૂપીઆના પગારે નોકરીમાં રાખી લઈ સાથે મુંબઈ આવવા સૂચના કરી. ત્યાં બે ત્રણ દિવસ રહી જગજીવનદાસ વગેરે સુખરૂપ મુંબઈ આવી પહોંચ્યાં. અને ઉત્તમશ્રી મટી ઉત્તમલમી ના ધારણ કરી જગજીવનદાસની સાથે મા દીકરા તરીકે રહેવા લાગ્યાંચંદનશ્રીનું નામ બદલી ચંદનબાળા રાખવામાં આવ્યું.
પ્રકરણ ૩૭ મું.
મેનકાની દુર્દશા. પ્રીત થવી તે હેલ છે નિભાવવી નહિ હેલ પીતાં કેફ પડે મજા જેરવતાં મુશ્કેલ.
હે દિલ નહીં, વહ ચશ્મ નહીં, હે નજરનહીં,
સચ હય કે કીસીકે દિલકી કીસીકે ખબર નહી. વીરબાળાના અવસાન પછી મેનકાની સ્થિતિ બગડવા લાગી. પોલીસે પ્રાણલાલ બાબુને તથા જયંતીલાલને પકડી અટકમાં રાખ્યા. ચોવીસ કલાક કાચી જેલમાં રાખી બંનેને જામીન ઉપર છોડવામાં આવ્યા. મેનકાની પાસે આવતા ગ્રાહકે બંધ થઈ ગયા. તેને બેસવાનું અને વાત કરવાનું ઠેકાણું બસંતીલાલ અને બુલબુલ હતું. તેમણે આ તકનો લાભ લઈ મેનકાને ફસાવવાની પ્રપંચજાળ પાથરવા માંડી. જયંતીલાલ બહાર ગયે કે મેનકા બસંતીલાલ પાસે આવીને જયંતીલાલ સંબંધી બડબડાટ કરવા લાગી.
બસંતીલાલે કહ્યું “હવે જયંતીલાલ જરૂર જેલમાં જશે. વીરબાળાની જુબાનીમાં તારું નામ પણ બોલાય છે એટલે કદાચ પોલીસ તને પણ પકડે એમાં નવાઈ નથી. પેલા બાબુ સાહેબ પણ મરવાનાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com