________________
૩૮૦
પ્રકરણ ૩૭ મું.
પડે! એવો પોલીસના માથામાં વાગે તે જવાબ આપી દઇશું !”
આ શબ્દોથી મેનકાના મનમાં જરા ધીરજ આવી. અને ધીમે રહી બેલી “જયંતીલાલ સાથે મારો હીસાબ સમજવાનો છે તથા દાગીના પણ તેમની તીજોરીમાં છે તે પણ લેવાના છે માટે તે સંબંધી શું કરવું તેની મને સલાહ આપે. હું તે હવે તમારી સલાહ ઉપરજ જીવું છું એમ સમજજે.”
બસંતીલાલ–“હિસાબ સમજતાં કેટલી વાર ? હું પાસે રહી તારું ઠેકાણું પાડી આપું છું. જયંતીલાલ આવે એટલે તેની સાથે વાત કર અને મને બોલાવ. તારી પાસે પેટીઓ હોય તો તેમાં તમામ તારાં કપડાં અને જે દર દાગીના હેય તે ભરી દે.”
મેનકા–“એટલું હીસાબનું કામ કરી આપો તે તમારી મોટી મહેરબાની. પેટીઓ તે બે મારી પાસે સારી છે. તેમાં મારે બધો સામાન સમાઈ જશે.”
એટલામાં તો જયંતીલાલે એરડીનાં બારણું ખખડાવ્યાં કે મેનકા ઉઠીને પિતાની ઓરડીમાં ગઈ અને એકદમ જયંતીલાલને કહેવા લાગી અત્યાર સુધી ક્યાં ગયા હતા ? મને તે પોલીસની એવી બીક લાગે છે કે મને પકડી જશે તે મારી શી વલે થશે? માટે મને હવે તમે દેશમાં મોકલી દો. જેથી તમારી વલે થઈ તેવી મારી વલે થાય તે માટે વીરબાળાની પેઠે આપઘાત કરવાનો પ્રસંગ આવે. મારે તે હવે અહીં રહેવું નથી, કાલે દેશમાં મોકલી આપે. મારા ભાગમાં જે પૈસા નીકળે તે તથા મારા જે દાગીના તથા કપડાં હોય તે મને આપે.”
જયંતીલાલ “ આમ આવી આફત વખતે તું આમ ઉતાવળ કરે તે શી રીતે બને ? મારે જીવ હજુ સ્થિર કરતો નથી. હમણાં વકીલને ત્યાં જઈ આવ્યો. બસે રૂપીઆ આપી આવ્યો, હજુ કેસ તે લડવાનો બાકી. બેરી મરી ગઈ અને મને મારતી ગઈ.” એમ
ગદગદ સ્વરે બોલી જયંતીલાલ રડવા બેઠે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com