________________
મેનકાની દુર્દશા.
૩૮
- મેનકા–“તમે રડે કે ન રડે, પણ મારી શી દશા ? મેં તો ઉલટ તમારા ઉપર ઉપકાર કર્યો છે. તમારી પાઈ મેં ખાધી નથી. મારી કમાણે ઉપર તમે આટલો વૈભવ રાખેલો છે, છતાં કદાચ પિોલીસ પકડી મને જેલમાં નાખે તો તમે પૈસે ખરચી છેડાવવા આવે એવી મને આશા નથી. જે ધણું પિતાની બૈરીને સગે ન થયો તે મારે શું સગો થવાને છે? માટે હિસાબે જે પૈસા થાય તે મને આપી દો અને મારે દાગીને સોંપી દે. કાલે તમે મને બત કરી નહીં મોકલે તો હું જાતે એકલી ચાલી જઇશ.”
જયંતીલાલ “ તું આટલીજ મારી સગી ને?”
મેનકા–“પણ તમે મારા કેટલા સગા છે તેને વિચાર કરી મને શીખામણ દે? મારે હવે તમારી સાથે સંબંધ રાખવો નથી.”
આ પ્રમાણે બોલા ચાલી સાંભળી બસંતીલાલ તેમની એરડીમાં આવ્યો અને શીખામણ રૂપે કહેવા લાગ્યો “કદી નહીં ને આજે આ શી ધમાલ ? સારું કહેવાય નહીં, કઈ પાડોશી સાંભળે તે આપણું ફજેતી થાય. શું વાંધો પડ્યો છે ?”
મેનકા–“મને પોલીસ પકડશે એવી મને ધાસ્તી છે માટે મારે દેશમાં જવું છે, તેથી હું મારો હીસાબ કરી રૂપીઆ માગું છું અને તેમની તીજોરીમાં મારે દાગીને છે તે માગું છું. કહે એમાં મેં શું ખોટું કહ્યું?”
જયંતીલાલ-“ના નથી પાડી, પણ આમ ઉતાવળ કરે શી રીતે પટે? કેસ લડવામાંજ બે ત્રણ હજાર રૂપીઆ થશે તે હું ક્યાંથી લાવીશ? કમાણી તો બંધ થઈ ગઈ. એટલું વળી સારું છે કે લાલભાઈ શેઠની મહેરબાની છે એટલે ઉભા રહેવાની જગે છે. જામીન ઉપર પણ તેમણે મને છોડાવ્યો તે તમે જાણે છે. આવા સંકટ વખતે તે. ઉતાવળ કરે તે મને શી રીતે પાલવે ? મારા મનમાં તે એમ હતું કે આ વાત જરા શાંત પડશે એટલે પાછા ગ્રાહકો વળશે અને કમાણ થશે, તે બધી આશાઓને આથી ભંગ થાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com