________________
૩૭ર
પ્રકરણ ૩૬ મું.
દુઃખમાં દિવસ કાઢે છે. જે તે મારી મદદમાં ઉભા ન રહ્યાં હતા તે મારી બુરી દશા થાત. તેમનો સ્વભાવ ઘણોજ માયાળુ છે. કંચનશ્રીની તમામ ચેલીઓને ઘણું જ દુઃખ છે, કેટલીક તે તેમની પાસેથી ચાલી ગઈ છે, ગાંધારીથી મને મેટરમાં બેસાડી મસાનું ઑપરેશન કરાવવા કનકનગરના દવાખાનામાં શ્રાવકે લાવ્યા, ત્યાં તેમનો (રમણિકલાલ) મેળાપ થવાથી દીક્ષા મુકી ઘેર આવી. હાલ તે ઉત્તમ શ્રી ગાંધારીમાં હેવાં જોઈએ, કારણકે ચેમાસું હોવાથી તે બીજે જઈ શકે નહીં. ત્યાં તપાસ કરવાથી તેમને મળી શકાશે. પણ એટલું ધ્યાનમાં રાખવા જેવું છે કે સાધુની કેટલીક ટોળી એવી છે કે સાધુ કે સાધ્વીને કઈ કહેવા જાય છે તે તેના ઉપર ગાળાને વરસાદ વરસાવે છે પણ હવે એટલું સારું થયું છે કે અયોગ્ય દીક્ષા અટકાવવા આવા સાધુ સાધ્વી વિરૂદ્ધ સમાજ ઉભો થયો છે એટલે તે હવે પહેલા કરતાં નરમ પડ્યા છે. મારા અનુભવ ઉપરથી કહું છું કે મારા જેવી ઘણી સાધ્વીઓ દુઃખ ભોગવતી હશે! પણ તે શું કરે? સંસારમાં કે તેમને સ્વીકાર કરે ? કુંવારી હોય તે પણ કઈ પરણનાર ન મળે, વિધવાને તે ઉભા રહેવાનું
સ્થાન જ નહીં. સધવા પાછી આવે તો પણ સ્વીકારે નહીં, આ તે મારું, નસીબ કે તેમણે મારા ઉપર દયા લાવી મારે સ્વીકાર કર્યો, નહીં તો. દુઃખમાં રીબાઈ રીબાઈ દિવસ કાઢત. કંચનશ્રીને તે ઘણેજ ત્રાસ છે. આ પ્રમાણે મારી આત્મકથા છે.” • આ સાંભળી જગજીવનદાસે કહ્યું “ત્યારે તમે ઉત્તમશ્રીથી ગાંધારીથી છુટાં પડ્યાં. તમારું માનવું છે કે ઉત્તમશ્રી ગાંધારી હશે?”
ચતુરા–“હા, ચેકસ માનવું છે, જે તે તમારાં માતુશ્રી હેય તે.” જગજીવનદાસ–“ગાંધારી કયાં આવ્યું ?”
ચતુરા–“કનકનગરથી મેટરમાં જવાય છે,” ત્યાં રેલ્વે નથી. પણ રસ્તે સારે છે, મને જરા પણ અડચણ પડી નહોતી.”
જગજીવનદાસ–“રતિલાલ ! ત્યારે આપણે સૌ સાથે ત્યાં જઈ આવીએ તો ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com