________________
૩૫૮
પ્રકરણ ૩૫ મું.
અભિપ્રાય થાય છે. મુંઝાઈને દુઃખમાં જીવન ગાળવું, મનથી પાપના પોટલા બાંધવા, તેના કરતાં પોતાના પતિને પાછું મેળવી તેમની સાથે ગૃહસંસાર બાંધવો એ હજાર દરજજે સારું છે. જે કાંઈ તમે કર્યું છે તે બરાબર કર્યું છે માટે આંખો સાફ કરી શાંત થાઓ. તમારા માટે આ બે ઓરડીઓ રાખી છે. હમણું આપણે ભેગાં રહીએ, તમારી એરડી બરાબર ગોઠવાઈ જાય એટલે સુખેથી તમે જુદાં જમે અને સુખી જીંદગી ગુજારે. પ્રભુ ઈચ્છાએ નોકરી પણ તૈયાર છે. ઉલટ શેઠ તેમને ઉઘરાણું કરે છે કે તમારા મિત્ર કયારે આવશે. આ પ્રમાણે ઉર્મિલા પિતાના આનંદને ઉભરે કાઢી તેઓ કામે વળગી ગયાં.
બીજા દિવસથી રમણિકલાલ નેકરી ઉપર ચડી ગયે. તે કામથી વાકેફગાર હતા, તેમજ બુદ્ધિશાળી અને ગ્રેજ્યુએટ હોવાથી અઠવાડીઆમાંજ શેઠની મહેરબાની સંપાદન કરી શકો. ચતુરાએ અઠવાડીઆમાં એવી સુંદર એરડી માંડી દીધી કે જેનારને ઘડીભર ઇર્ષા થાય. ખુટતો સામાન ઉર્મિલાએ પૂરો પાડયો, ઉર્મિલાનો સ્વભાવ એવો મળતીઓ અને ઉદાર હતો કે સૌ તેના ઉપર ભાવની લાગણીથી જોત હતાં. કઈ પણ વખતે તે મેં જરા પણ મેલું કરતી નહતી, આવનારને આવકાર આપતી તેથી તેની પાસે દરેકને જવું ગમતું હતું. તે સાથે કરકસરથી ઘરસંસાર કેમ ચલાવો તે સારી રીતે જાણતી હતી.
આ બંને ડાં પોતાની નોકરીથી સંતોષ માની આનંદમાં દિવસ ગુજારવા લાગ્યાં. કામકાજમાં એક બીજાની સલાહ લેતાં. માળામાં રહેતા કેટલાક શ્રીમંતિની સ્ત્રીઓને આ બંને સાદા પોશાકમાં રહેતી સુગડ સ્ત્રીઓના સંસારસુખની અદેખાઈ કરતી, “આ ધણું ધણુ આણુ કેવાં એક બીજા સાથે હસીને બોલે છે! કોઇ દિવસ તેમના મુખ ઉપર ઉદાસી કે રીસનું રૂંવાટું પણ જણાતું નથી. શ્રીમંત થયા એટલે મોટર લઈ ફરવા જાય તે રાતના બાર વાગે આવે, બોલાવીએ તો પૂરે જવાબ પણ ન આપે, હશીને વાત કરવા જઈએ તે ધૂતકારી કાઢે, તેમનું હેત પિસાથી બતાવે, સેના બદલે પાંચની સાડી લાવે. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com