________________
જર્મનીથી લૈટરીવાળા જગજીવનદાસનું આવવું.
૩૬૧
સામાનની વ્યવસ્થા કરી તેઓ શેઠને બંગલે ગયા. બંગલે થોડી વાર ટકી રતિલાલ ઘેર આવ્યો. ઉર્મિલાને વાત કરી. ઉર્મિલા પણ જગજીવનદાસને સારી રીતે ઓળખતી હતી, તેમને ઘેર લાવવા રતિલાલને ઉર્મિલાએ સૂચના કરી.
ફીસમાં રતિલાલ જગજીવનદાસને મળ્યો, બીજા દિવસે સાંજે જમવાનું રતિલાલને ત્યાં નક્કી કરવામાં આવ્યું. રતિલાલે તે પ્રમાણે ઘરમાં ઉર્મિલાને સૂચના આપી તથા રમણિકલાલ અને ચતુરાને પણ પિતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું.
શનિવારે આફીસમાંથી સાંજે પાંચ વાગે પરભારા જગજીવનદાસ, રતિલાલ અને રમણિકલાલ રતિલાલને ત્યાં આવ્યા. નાના પણ સુંદર અને સ્વચ્છ દીવાનખાનામાં ત્રણે મિત્ર બેઠા.
પછી ઉમિલા કબાટમાંથી કાંઈક વસ્તુ લેવાના બહાને દીવાનખાનામાં આવી કબાટ ઉઘાડવા લાગી, તેને જોઈ રતિલાલે કહ્યું “કેમ આ જગજીવનદાસને ઓળખ્યા? ઉર્મિલા હશીને બોલી “કેમ ન એાળખું? કદાચ તે ભૂલી ગયા હોય.” જગજીવનદાસે જુની ઓળખાણ તાજી કરાવતાં કહ્યું “જરા પણ ભૂલી ગયા નથી. તમારા હાથમાં ખમણ ઢોકળાં ઘણી વખત રતિલાલના ભેગા બેશીને ખાધેલાં છે. કઈ કઈ વખતે વીશીમાંથી ભુપે આવતો ત્યારે તમારા હાથના ખાખરા અને પાપડ રાત્રે ખાધા છે. મારી મા મને સંતોષ આપતી તેવો સંતોષ તમે મને આપેલો છે. કહે ઉર્મિલા બેન ! હું તમને ભૂલી ગયો છું કે ઓળખું છું? મેં સ્ટીમરમાંથી ઉતરતાં જ રતિલાલને કહ્યું છે કે “જુના સ્નેહ સંબંધમાં હું જગજીવનદાસ નથી પણ જગલો છું.” આ શબ્દો સાંભળી સર્વ ખડખડ હસી પડયાં.
તમને બરાબર સ્મરણ છે. શ્રીમંતાઈમાં જુને સ્નેહ સંબંધ રાખનાર તમારા જેવા ઘણજ ઓછા જોવામાં આવે છે. જમવાને વખત થયો છે. ભાણાં મુક્યાં છે માટે કપડાં ઉતારી ચાલો” એમ
આમંત્રણ આપી ઉર્મિલા રસોડામાં ચાલી ગઈ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com