________________
૩૬૦
પ્રકરણ ૩૫ મું.
થશે. હવે તો તે નવાબ બની ગયો હશે એટલે તમારી નાની એરડીઓ નહીં ગમે. દુઃખના દિવસે ભૂલી ગય હશે.”
રતિલાલ-ભજોઈએ છીએ તે કેવા બદલાઈ ગયા છે? આવ્યા પછી સમજાશે. આપે ઠીક સમાચાર કહ્યા.” એમ કહી ત્યાંથી ઉઠી રમણિકલાલ પાસે ગયો, અને પોતાના મિત્ર શેઠ જગજીવનદાસના શુક્રવારે સવારે જર્મનીથી આવવાના સમાચાર કહ્યા. નસીબ ખિલે છે ત્યારે માણસ રંકમાંથી કે રાય થાય છે તેનું આ આબેહુબ દષ્ટાંત છે.
ભાઈ રમણિકલાલ ! આજે શેઠે તમારા સંબંધી ઘણો જ સારે અભિપ્રાય મારા આગળ જાહેર કર્યો. તેમણે કહ્યું કે “તમારા મિત્ર મીસ્ટર રમણિકલાલ ધાર્યા કરતાં વધારે ચાલાક અને હોંશીઆર છે.” એમ ખુશ ખબર આપી રતિલાલ ત્યાંથી પિતાની ઑફિસરૂમમાં ગયે.
શુક્રવારે સવારે રતિલાલ પિતાના શેઠની સાથે જગજીવનદાસને લેવા માટે બેલાઈપીઅર ઉપર ગયે. ટીમર “રેમીઓ અંડ જ્યુલીએટ” રાતની આવેલી હોવાથી સવારે બરાબર વખતસર મુસાફરો ઉતર્યા. જગજીવનદાસે શેઠને ઘણું ભાવપૂર્વક પ્રણામ કર્યા, અને જાણે બધું જ તેમને આભારી હોય તેવી નમ્ર લાગણું બતાવવા લાગ્યો. રતિલાલને
અચાનક દેખી જુની ગરીબાઈની મિત્રતાનું સ્મરણ થતાં તેને એટીકેટવિકમર્યાદા-કેરે મુકી ખૂબ ભેટ. રતિલાલે મશ્કરીમાં કહ્યું “હું તમને મારે ત્યાં લઈ જવાને અને ઉતારવાને આગ્રહ કરું તે નકામે છે, કારણ કે આપણે બંનેની સ્થિતિ વચ્ચે હવે મોટો ફેર પડી ગયો. તેથી મારે સાદો સત્કાર તમને અપમાન રૂપ લાગશે.”
જગજીવનદાસ-“એમ તમે સ્વપ્ન ધારશો જ નહીં. મોટાઈનો ખ્યાલ મને આવ્યોજ નથી. અલબત લાગ લાગટ પાંચ વર્ષ હેમ્બર્ગમાં રહેવાથી બાહ્ય સ્વરૂપમાં બદલાઈ ગયેલો તમને હું લાગીશ પણ અંતરમાં તે તે ને તે જગલો જ છું.” એમ કહી હશી ગયો. મારે નિવૃત્તિને વખત તમારે ત્યાંજ ગાળીશ. જુની દોસ્તી નથી ભૂલી જવાને.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com