________________
જર્મનીથી લોટરીવાળા જગજીવનદાસનું આવવું.
૩૫૯
SVVP
પરસ્પર હસીને બોલવાથી જે આનંદ થાય છે તે પાંચસોની કે હજારની સાડી પહેરાવ્યાથી નથી મળતો. જુઓને તેઓ પાંચજ રૂપી આને સાદો સાલ્લો પહેરે છે, ઝીણે ગળામાં દેરો નાખે છે, સાદો કબજે પહેરે છે, બધું કામ હાથે કરે છે છતાં તે કેવાં હસતાં દેખાય છે?” આવા ઉદગારે કાઢી શ્રીમંતોની સ્ત્રીઓ પોતાના ધણ તરફનો અસંતવ પ્રદશિત કરતી હતી.
થોડા દિવસ પછી રતિલાલ ઍફીસના કામ પ્રસંગે તેમના શેઠ રાજબિહારીલાલની પાસે ગયો. રતિલાલને જોતાંજ શેઠે કહ્યું “તમારા મિત્ર મીસ્ટર રમણિકલાલ ધાર્યા કરતાં વધારે ચાલાક અને હોંશીઆર છે. તે માટે તમારે ઉપકાર માનવો જોઈએ.”
રતિલાલે જવાબ આપ્યો “મારે આપનો ઉપકાર માનવો જોઈએ કે આપે મારા મિત્રના ગુણની કદર કરી છે. મારી તે ફરજ છે કે ઍફીસમાં સારા અને પ્રમાણિક માણસે લાવવા જોઈએ.”
શેઠ–“તમારા મિત્ર પેલા લોટરીવાળા શેઠ જગજીવનદાસ હેબગંથી આવે છે, ત્યાંથી નીકળ્યાને અઠવાડીઉં થઈ ગયું. ઇટેલીઅન કંપનીની સ્ટીમર “રોમીઓ એડ જયુલીએટર્મમાં આવે છે, આવતા શુક્રવારે સવારે આવવાની વકી છે. કુદરતની કેવી ખુબી છે !!'
રતિલાલ–“તદન ગરીબ છોકરો, જેને જગલો કહી બોલાવતા, તેને આપે ઠેકાણે પાય તો તે અત્યારે આ સ્થિતિ ભોગવી રહ્યો છે.”
શેઠ-“હું શું ઠેકાણે પાડું ? તેના નસીબે જેર કર્યું. ફૈટરીમાં અણધાર્યા બે લાખ રૂપીઆ મળ્યા, તે તેણે અમારા ભેગા વેપારમાં રયા. પ્રભુઈછાએ વેપારમાં સારે લાભ મળે. બેના પાંચ લાખ થયા, હવે તે તે રાજકુમાર જે દેખાય છે, તેને ફેટે હમણું આવ્યા હતા, ત્યાં તે તે મીસ્ટર લૈટરીવાળા તરીકે જ ઓળખાય છે.”
રતિલાલ–“તે કયાં ઉતરનાર છે?”
શેઠ– “વળી બીજે ક્યાં ? મારા બંગલેજ. તેનું ઘરજ કયાં છે? બરાબર પાંચ વરસે આવે છે, અહીં આવ્યા પછી જોઈતી તજવીજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com