________________
સાધ્વીમાતાનું તીવ્ર મરણ, તપાસ અને મેળાપ. ૩૬૫
પ્રકરણ ૩૬ મું.
સાવીમાતાનું તીવ્ર સ્મરણ, તપાસ અને મેળાપ.
*Let a conscience enlightened teach what should be done,
And caution us what not to dolastruct us what habits and customs to shun, What course we may safely pursue.
-Ellen Roberts. જ્યારથી જગજીવનદાસે રતિલાલને ઘેર જમતી વખતે રમણિકલાલની પત્ની ચતુરાની દીક્ષિત અવસ્થાને હૃદયભેદક હેવાલ સાંભળ્યું ત્યારથી પિતાની સાથ્વીમાતાનું સ્મરણ પૂર જોશથી થવા લાગ્યું. કઈ પણ ઉપાયે તેમને મળવાની ઇચ્છા થઈ. પણું પાંચ વરસથી દૂર દેશાવરમાં રહેતા હોવાથી તેમને કશીજ માહીતી નહોતી. કોઈ સાથે સંબંધ બંધાયેલો નહીં એટલે પુછવાનું સ્થાન નહોતું; સંબંધ, સ્નેહ કે વાતને વિસામે જે કાંઈ ગણે તે તેના શેઠ રાજબિહારીલાલ અને મિત્ર રતિલાલ હતા. શેઠ હતા વૈષ્ણવ, એટલે તેમને સાધુ સાધ્વી સંબંધી માહીતી પશુ ન હોય. વિચાર કરતાં કરતાં કેટલાક દિવસે તેણે તે વાતને ઉભરે પિતાની પાસે રતિલાલને બેલાવીને બહાર કાઢો.
- રતિલાલે જણાવ્યું “આ બાબત રમણિકલાલને પુછવાથી સારે ખુલાસો મળશે” એમ કહી રમણિકલાલને બોલાવી તેની આગળ વાત કરી. રમણિકલાલે તે સાંભળી સલાહ આપી “ભદ્રાપુરીમાં રસિકલાલ નામને ગૃહસ્થ રહે છે તેમણે અને તેમના મિત્રોએ, સાધુઓ જે
• આ કૃત્ય કરવા જેવાં છે અને આ કૃત્ય કરવા જેવાં નથી એવું સતેજ થયેલું તમારું અંતઃકરણ તમને શિક્ષણ આપે, કેવી ટેવો અને કેવા રીવાજોથી દૂર રહેવું અને નિર્ભયપણે કયા માર્ગે ચાલવું તેની સૂચના
તેને કરવા દે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com