________________
૩૬૬
પ્રકરણ ૩૫ મું.
અગ્ય દીક્ષાઓ આપી ત્રાસ વર્તાવી રહ્યા છે તે અટકાવવા “અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ” સ્થાપેલ છે. તે એ સભાના સેક્રેટરી છે, વર્તમાનપત્રમાં પણ તેમના ઘણા લેખે આવે છે. માટે ઈરછા હોય તે તેમને પત્ર લખી ખુલાસો મંગાવું.”
આજેજ કાગળ લખે.” એમ હદયપૂર્વક અધીરાઈ બતાવી જગજીવનદાસે નોટ પેપર તેમના આગળ મુકો. રમણિકલાલ. હેલ્ડર લઈ તરતજ પત્ર લખવા લાગ્યો–
મુંબઈ, પ્રીસેસ સ્ટ્રીટ ભાદરવા સુદ 9 રા. ૨. રસિકલાલ. - તમારે પત્ર કનકનગર માન્યો હતો. હું હાલમાં અત્રે નોકરીમાં જોડાય છું. આ પત્ર લખવાને ખાસ મુદ્દો એ છે કે અમારા શેઠ હમણાં પાંચે વરસે -જર્મનીથી અત્રે આવ્યા છે. તેમનું નામ શેઠ જગજીવનદાસ લેટરીવાળા છે તે હાલમાં વાલકેશ્વર રહે છે. તેમની મા ઉત્તમબાઈ હતાં તેમણે સાત આઠ વરસ ઉપક દીક્ષા લીધેલી છે. આ શેઠને તેમને મળવાની ઈચ્છા થઈ છે માટે તમારા જાણવામાં તે ઉત્તમબાઈ હોય તે તે કયાં ચોમાસું રહેલાં છે તે જણાવવા કૃપા કરશો.
ઉત્તમબાઈને તપાસ કરાવવામાં જે કાંઈ ખરચ થશે તે શેઠ આપવા તૈયાર છે. તેમના સંસારી૫ણાના પતિનું નામ કેશવલાલ છે. ચંદ્રાવતીનાં રહીશ છે; ઉપરના સરનામે જરૂર પત્ર લખશે.
તમને પેલી જુબાનીની નકલ મોકલી હતી તેનો કોઈ ઉપયોગ થયા હોય તે જણાવશે. તમે અને તમારાં પત્નીએ ઉપાડેલી પ્રવૃત્તિ માટે તમને બંનેને ખરેખર ધન્યવાદ ઘટે છે. અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજમાં મારું નામ દાખલ કરશો. વળી તે સાથે “ભગિની સમાજમાં મારી પત્ની અ. સે. ચતુરાનું નામ દાખલ કરવા આપનાં પત્નીને સૂચવશો. તસ્દી માફ કરશે. આ પત્રને જવાબ વળતી ટપાલે લખશે.
લી. આપને, રમણિકલાલ કરસનલાલ નાણાવટી. ઉપર પ્રમાણે કાગળ લખી જગજીવનદાસને વાંચી સંભળાવ્યો.
જગજીવનદાસે કહ્યું “બરાબર છે. બીડીને ટપાલમાં નાખી દે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com