________________
સાધ્વીમાતાનું તીવ્ર સ્મરણુ, તપાસ અને મેળાપ. ૩૬૭
રમણિકલાલે કવર ઉપર સરનામું કરી કાગળ ખીડી પટાવાળા સાથે ટપાલમાં રવાના કર્યાં અને મને પોતાની રૂમમાં ચાલ્યા ગયા.
ત્રીજા દિવસે સવારે રમણિકલાલ અને ચતુરા ખારી આગળ *ઉભાં ઊભાં વાતા કરતાં હતાં તેવામાં પાસ્ટમૅન કાગળ લેટર ખાસમાં નાખી ચાલતા થયા. ચતુરાએ લેટર આક્સ ઉધાડી કાગળ રમણિકલાલના હાથમાં મુક્યા.
“હું આજ કાગળની આજે ક્યારના રાહ જોઈ રહ્યા હતા ” એમ ઇન્તેજારી બતાવી તરતજ કાગળ ફાડી રમણિકલાલ વાંચવા લાગ્યા. ચતુરા પણ પેાતાની પ્રકૃતિ પ્રમાણે રમણિકલાલના ખભે હાથ મુકી જોડે ઉભી રહી વાંચવા લાગી—
ભદ્રાપુરી. ભાદરવા સુદ ૮
રા. રા. રમણિકલાલ.
તમારે પત્ર આજે મળ્યા, જવાબમાં જણાવવાનુ કે એક ઉત્તમશ્રી નામનાં આશરે ચાળીસ પીસ્તાળીસ વરસની ઉમરનાં સાધ્વી ગયા માહ માસમાં અત્રે સૂર્યવિજય આચાર્યની સાથે આવેલાં, તે તમારા શેઠનાં માતુશ્રી કે કેમ તે અમારાથી ન કહી રાકાય. તેએ અત્રેથી વિહાર કરી માલિકા, મધુરી વીગેરે ગામેા તરફ ઉપડી ગયેલાં છે. હાલ તે ક્યાં ચામાસું છે તે જાણવામાં નથી. તેમ છતાં અમે પુછાવીશું અને જાણવામાં આવેથી તમને જણાવીશું.
પેલી જુબાનીમાં જણાવેલી સરિતાને તેના મામાએજ કોઈ શ્રીમતને વેચી ચેલી મનાવવા આપી દીધેલી હોય એમ તપાસ ઉપરથી જણાય છે. સાધ્વીઓએ તેને ક્યાં સંતાડી છે તેને પત્તો નથી. સાધુ સાધ્વી તેમને એવાં ગુપ્ત સ્થળેાએ સતાડે છે અને અંધ શ્રદ્ધાળુ ભકતા તેમને એવી છુપી રીતે મદદ કરે છે કે ગુમ થયેલાં છેકરા છેકરીના પત્તા લાગતા નથી. અમે તે કામમાંજ ગુથાયેલા છીએ.
અમારા નણવામાં આવ્યું હતું કે તમારાં પત્ની ચતુરાબાઈ એ સાધ્વીના ત્રાસથી અને શારીદિક દુઃખથી દીક્ષાવેશ છેાડી પાછા તમારી સાથે ગૃહસસારમાં જેડાયાં છે. તમે તેમનું નામ ગિનીસમાજમાં દાખલ કરવા સૂચના કરી તે હકીકત ઉપરની સાંભળેલી વાતને પૂરો ટકા આપે છે. તમારૂં નામ પણ સમાજમાં દાખલ કરવામાં આવ્યું છે આ માટે અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com