________________
પ્રકરણ ૩૫ મું.
થોડીવાર પછી ત્રણે સાથે જમવા બેઠા. ઉર્મિલા અને ચતુરા પીરસવા લાગ્યાં, બે ત્રણ વખત ચતુરા તરફ નજર કરી જગજીવનદાસ જમતાં જમતાં પુછવા લાગે “ઉર્મિલા બેન ! આ કેણ છે?”
ઉર્મિલાએ હશીને જવાબ આપ્યો “તમારી જોડે બેઠેલા રમણિકલાલનાં ધર્મપત્ની ચતુરા છે. બીજી રીતે ઓળખાણ જાણવી હેય તે તે માજી સાથ્વી ચતુરથી છે.'
જગજીવનદાસ–“તમારે મશ્કરી કરવાને સ્વભાવ તે હજુ જેવો ને તે કાયમ છે.”
ઉર્મિલા–“હું સાચું કહું છું. તેમના માથાના વાળ તરફ નજર કરે, પૂરા ચાર આંગળ પણ જણાતા નથી.”
જગજીવનદાસ–“મને તે ઉપરથી જ પૂછવાને વિચાર થયો, પણ માજી સાથ્વી શી રીતે તે સમજાવે.”
ઉર્મિલા–“ગયા માહમાસમાં દીક્ષા લીધી, દીક્ષા લીધા પછી તેમનાં ગુરૂસાધ્વી કંચનથી જે કજીઆ અને કલેશ કરવામાં શિરેમણું છે તેમણે તેમને એવો ત્રાસ આપે કે માંદાં પડ્યાં, મસાનું દરદ થયું, અત્રેની હૈસ્પિીટલમાં શ્રાવકોએ લાવીને ખાટલો નાખે. ડોકટરે ઑપરેશન કર્યું. ધીમે ધીમે દરદ મટવા લાગ્યું. તે વખતે આ તેમના પતિશ્રી પણ એજ દવાખાનામાં દરદી હતા. તેમને ખબર પડી એટલે તે ગુપ્ત રીતે તેમની સારવાર કરવા લાગ્યા. ત્યાં તેમને મેળાપ થયો તેથી સાદેવીપણાનાં કપડાં ફેંકી દઈ આ સંસારીપણાનાં કપડાં પહેરી રમણિકલાલની સાથે ફરી પત્ની તરીકે જોડાયાં. ત્યાંથી તેઓ અત્રે આવ્યાં. અમારી જોડે જ રહે છે. રમણિકલાલ આપણું
ઓફીસમાં રહ્યા. અમારે અને તેમને ભાઈ જેવો સંબંધ છે. કહે હું મશ્કરી કરું છું કે સાચે સાચું કહું છું ? પુછી જુએ માજી ચતુરશ્રી સાધ્વીને અને તેમના પતિ રમણિકલાલને.”
રમણિકલાલ–“જે હેવાલ કહે તે બરાબર છે. કંચનશ્રી સાધ્વી એવાં જબરાં છે કે તે તેમની ચેલીઓ પાસે ગુલામગીરી કરાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com