________________
૩૫૬
પ્રકરણ ૩૫ મું.
એમ હેલકરી પાસે
રમણિકલાલે સ્પષ્ટ ખુલાસે નહીં આપતાં હશીને જવાબ આપ્યો કેમ ન જોયા ? આ સામાન ઉતારે છે તે.”
“તે વાત મારાથી કેમ મનાય ? તે તે સ્ત્રી છે. ” “ ત્યારે તેજ મારા પરમ સ્નેહી મિત્ર છે.”
“ભાઈ. તમારા ભેદની મને સમજ પડતી નથી. તે પુરૂષ હેત તે તેમની સાથે વાત કરતા પરંતુ સ્ત્રી છે એટલે તે કામ તમારી ભાભીશ્રીને ભળાવીશું. તે બધો ભેદ ખુલ્લો કરશે.” એમ મેંઘમ વાત રાખી પોર્ટર પાસે પેટીઓ ઉપડાવી સ્ટેશન બહાર નીકળી વિકટોરીઆ કરી લીધી. રમણિકલાલ અને ચતુરા જોડે બેઠાં, સામે રતિલાલ બેઠે અને ગાડી ઘર તરફ ચાલી.
ચતુરા તે સહેજ લાજ કાઢી શાંત બેસી રહી. રતિલાલના મનમાં જુદા જુદા વિચાર થવા લાગ્યા. ખુલાસે કરું કે ન કરું, સારું લાગશે કે બેટું, એમ વિચારમાં ને વિચારમાં માળા આગળ આવી પહોંચ્યાં પણ ખુલાસે થયો નહીં. હેકરી પાસે સામાન ઉપડાવી ઉપર ગયાં.
પહેલાજ દાદરે આગળનું દીવાનખાનું હતું. તેમાં પ્રવેશ કરતાં જ ઉર્મિલાએ હર્ષભેર રમણિકલાલને આવકાર આપ્યો. તેની પાછળ આવતી ચતુરાની સામે ધારીને જોઈ બરાબર ઓળખી સાનંદાશ્ચર્ય થઈ ઉર્મિલા બેલી. “પધારે ચતુર શ્રી સાધ્વીજી મહારાજ ! લાભ દ” એમ કટાક્ષભરી વાણીથી મશ્કરી કરી હાથ ખેંચી ચતુરાને અંદર લઈ ગઈ અને બે હાથ વડે બાથમાં લઈ અતિશય વહાલ કર્યું. આવા હાલથી ચતુરાની આંખમાં હર્ષનાં આંસુ ભરાઈ ગયાં. સ્વસ્થ થયા પછી ઉર્મિલાએ પુછયું “અરે ચતુરાભાભી ! તમે ક્યારે સાધ્વી વેશ છેડી દઈ આ વેશ ધારણ કર્યો?” ચતુરા બોલી “તે હકીકત પુછો તમારા ભાઈને. મેં તે સ્પષ્ટ કાગળમાં લખવા તેમને કહેલું પણ તેમણે મેંઘમ રાખ્યું તેથી તે ખુલાસે તેમની પાસેથી લો.”
રતિલાલ–“ભાઈ રમણિકલાલ! ચતુરાભાભી પાછાં પત્ની તરીકે જોડાય તેથી પેલી કન્યા બાબતને જવાબ અહર ઉડાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
હતું. તેમાં પ્રવેશ