________________
મુંબઈમાં રમણિકલાલ અને ચતુરા.
૩૫૫
w
છે. તેરશ ને ત્રીજ એ વગર પુછયું મુહૂર્ત છે. કાગળમાં તે પ્રમાણે લખી જણવ એટલે તે સામા રેલ ઉપર લેવા આવે. તમને હરકત પડે નહીં.” એમ સલાહ આપી ફઈબા ત્યાંથી ઉઠી બહાર આવ્યાં.
તેમની સલાહ મુજબ રમણિકલાલ અધુરે રહેલે કાગળ નીચે પ્રમાણે લખી પૂરો કરવા લાગ્ય–
હું પરમ દિવસે અષાડ સુદ ૧૩ ને શુક્રેવારે રાત્રે મેલમાં નીકળી તમારી તરફ આવીશ. મારી સાથે એક મારે પરમ સ્નેહી મિત્ર આવનાર છે તે મારે માટે કન્યાની સારી પસંદ કરી શકે તેમ છે તેથી જે તે આવું છું. આપણે ચારે ભેગાં થઈ ભાભીશ્રીના આગ્રહને નિર્ણય કરીશું. મારી વતી ઘણા માનથી ભાભીશ્રીને પ્રણામ કહેશે. તસ્દી માફ કરશે.
લી. તમારા સ્નેહાધીન,
રમણિકલાલ કરસનદાસ માણવટી. આ પ્રમાણે જોઈ ચતુરા બેલી “વળી આ શું ઉમેર્યું ? વચ્ચે સ્ત્રી શબદ ઉમેરી “પરમ સ્નેહી સ્ત્રી મિત્ર આવનાર છે એમ લખ્યું હોત તો ઝટ સમજી શકત.”
“ ઝટ ન સમજે તેમાંજ સારી રમુજ આવે.” એમ હસતા મુખે જવાબ આપી, કાગળ બીડી સરનામું કરી રમણિકલાલ જાતે ટપાલમાં કાગળ નાખી આવ્યું.
બીજા દિવસે ગાંધારીવાળાં દીવાળીબાઈ પિતાને ગામ ગયાં અને ફઈબા પણ બંનેને હૃદયપૂર્વક આશીષ આપી પિતાને ગામ માલિકા ગયાં. રમણિકલાલ અને ચતુરા મુંબઈ લઈ જવાને સરસામાન તૈયાર કરવા લાગ્યાં અને શુક્રવારે રાત્રે ઘર બંધ કરી સારા શકન જોઈ સ્ટેશન ઉપર ગયાં અને મેલમાં મુંબઈ રવાના થયાં.
શનિવારે સવારે લેવા માટે રતિલાલ ગ્રેટરેડ સ્ટેશન ઉપર ગયે. ડબામાંથી ઉતરતાં રતિલાલને દેખી રમણિકલાલ ઘણે ખુશી થયો. રતિલાલે પુછયું “પણ પેલા તમારા પરમ સ્નેહી મિત્ર માં છે? બીજા ડબામાં બેઠા છે ?”
ટપાલમાં આ દિવસે ગાંધી
ફઈબા મલિસે ગઇએ.
આશીષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com