________________
૩૫૩
મુંબઈમાં રમણિકલાલ અને ચતુરા. પણ ઉર્મિલા ભાભીએ આગ્રહ કરી લખાવ્યું છે તેને શે જવાબ લખો ?”
તેને જવાબ તમને યોગ્ય લાગે તે લખે. મેં તે મારું હૃદય પસ્તાવો કરી રડી રડીને તમારા આગળ ખાલી કર્યું છે તે ઉપર વિશ્વાસ ન આવતો હોય તે તેમને આગ્રહ સ્વીકારે, તેથી વધારે બીજું શું કહું ?” એમ લાચારીથી બેલી ચતુરા ગગળી બની ગઈ. ' રમણિકલાલ તેના માથા ઉપર હાથ ફેરવી કહેવા લાગ્યો “ આમ કરે તે સારું કહેવાય? કેમ તારી સલાહ ન પુછવી જોઈએ? તેઓ કાંઈ જાણે છે કે તેં તારી પત્નીને ચાર્જ પાછે સંભાળી લીધો છે?” એમ જરા મીઠી મશ્કરી કરી રમણિકલાલે તેને હસાવી કહ્યું “ચતુરા! ઉર્મિલા ભાભીએ આગ્રહ કરી જેવું લખાવ્યું છે તેવું તું લખાવ.”
તમે કાગળમાં સાફ જણાવી દો કે મારી પત્ની પસ્તાઈને પાછી ઘરે આવી મારી પત્ની તરીકે જોડાઈ છે અને આખી જીંદ ગીભર સંપકારક રીતે તમામ ફરજો બજાવવા તૈયાર થઈ છે.”
શાબાશ છે ચતુરા ! આવા તારા શબ્દોથી મને બમણે આનંદ થયો છે. તારાં પગલાં થતાંની સાથે જ સ્નેહી મિત્રને આવો લાભદાયક કાગળ આવ્યો છે.”
રતિલાલભાઈ વળતી ટપાલે જવાબ માગે છે તે પત્રને જવાબ આજેજ ટપાલમાં રવાના કરે. શા માટે રાહ જોવી જોઇએ?”
રમણિકલાલ નોટપેપર લઈ પત્ર લખવા બેઠો
કનકનગર– શાકમારકેટ પાસે. શ્રાવણ સુદ ૧૧. પરમ સ્નેહી ભાઇ રતિલાલ.
તમારા પત્ર વાંચી સંતોષ અને આનંદ થયે છે. નોકરી માટે નક્કી કરી લેશે અને આરડીઓ પણ જરૂર રાખી લેશે. ભૂલશો નહીં. કન્યા માટે સી. ઉર્મિલા ભાભી સાહેબે આગ્રહપૂર્વક લખાવ્યું છે તે માટે તેમને આભાર માનું છું પણ હું ત્યાં આવવાને છું એટલે તે સંબંધી રૂબરૂમાં નક્કી કરીશું. કારણ કે તેને જવાબ એકદમ આપી શકાય તેમ નથી. ”.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com