________________
જ
૩૫ર
પ્રકરણ ૩૫ મું. vvvvvvurunum
.vn જોવાની જરૂર નથી. તે પણ સાથે વાંચ એટલે તને સમાચાર કહેવાની મને તસ્દી પડે નહીં.” આટલા હાસ્યવિનોદ પછી બંને વાંચવા લાગ્યાં–
મુંબઇ-પ્રીન્સેસ સ્ટ્રીટ. શ્રાવણ સુદ ૧૦. નેહી ભાઈ રમણિકલાલ કરસનલાલ.
તમારે પત્ર મળે. તમારી તબીઅત સુધરવાથી તમે હૈસ્પીટલમાંથી ઘેર આવ્યા તે જાણી અમને બંનેને ઘણો જ આનંદ થયો છે. માંદગી વધારે લંબાયાથી તમારા શેઠે રજા આપી છે તે જાણી દિલગીર થયે છું, પણ તમારે ચિંતા કરવી નહીં. કારણ કે તેના કરતાં સારી નોકરી અત્રે મારી ઓફીસમાંજ તૈયાર છે. તમારા શેઠને વેપાર એકસપોટ ઈમ્પોર્ટ કમીશનને છે તે જ અમારા શેઠને છે. તેમણે મને માણસ સંબંધી ખાસ કહેલું છે, માટે જો તમારી ઈચ્છા અહીં મુંબઈ આવવાની હોય તે સુખેથી આવો. શરૂઆતમાં તમને માસિક રૂ ૧૫૦) નો પગાર આપવામાં આવશે. મારી સલાહ છે કે જરૂર આવે. તમારી પત્ની ચતુરાબાઈ સાધ્વી થયેલી છે તેથી તમને અત્રે જમવાની હરકત પડશે એમ કદાચ તમને લાગે પણ તેવી ચિંતા કરશે નહીં. મારી જોડે જ બે ઓરડીએ હમણાં ખાલી થઈ છે. તમારે જવાબ આથી રાખી લઈશ. મારે ત્યાં તમારું જમવાનું રહેશે. જેડે રહેવાથી આપ
ને આનંદ રહેશે માટે આ કાગળ વાંચી વળતી ટપાલે જવાબ લખજે જેથી ઓરડી તથા નોકરીનું નક્કી કરવામાં આવે. - તમારાં ભાભીશ્રીએ આગ્રહ કરી લખાવ્યું છે કે તમારે લાયક સારી ભણેલી કન્યા વરસ અઢારની શોધી કાઢી છે. માટે જે હા કહે છે તેમનાં માબાપ સગપણ કરવા તૈયાર છે. આ માસમાં લગ્ન પણ થાય. કન્યા સંબંધી તમારાં ભાભીને અભિપ્રાય છે કે તે સારી, સદગુણ, ઘરકામ સારી રીતે ઉપાડી લે તેવી, બુદ્ધિશાળી અને વિવેકવાળી છે. આશા છે કે આ બાબત પણ તરત જ ખુલાસે લખી જણાવશો.
લી. સદાને સ્નેહાધીન,
રતિલાલ કાંતિલાલ શાહપત્ર પૂરે થયો કે બંને સામું જોઈ હશી ગયાં.
“કેમ ચતુરા! શો જવાબ લખું?”
“તમને યોગ્ય લાગે તે લખે. આપણા મિત્ર છે એટલે તે ખરીજ સલાહ આપતા હશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com