________________
મુંબઈમાં રમણિકલાલ અને ચતુરા.
૩૫૧
ચંદ્રકુમાર-“પેલીસને આ સર્વ હકીક્ત કહીશ અને તપાસ કરાવીશું, કલ્યાણને અમે સરિતા સંબંધી બીલકુલ વાત કરી નથી. અમે અહીં આવવાનાં હતાં એટલે રસિકલાલ તેને તેમને ત્યાં લઈ ગયા છે. છેક ઘણે ચાલાક દેખાય છે. ”
બીજે દિવસે સવારની ગાડીમાં નીકળી ચંદ્રકુમાર સરલા વગેરે ભદ્રાપુરી આવ્યાં. અને તરતજ રસિકલાલને ત્યાં જઈ બનેલી બીના જાહેર કરી. રસિકલાલ અને માલતી સાંભળીને ઘણજ ખેદ કરવા લાગ્યાં. બપોરે ચંદ્રકુમારની ઑફિસમાં જઈ સલાહ મેળવી અશ્વિનીકુમારની પાસે જઈ તેમને અભિપ્રાય મેળવી જે કરવું ઘટે તે કરવું એવો નિર્ણય કરી ચંદ્રકુમાર પિતાને ત્યાં ગયો.
પ્રકરણ ૩૫ મું.
મુંબઈમાં રમણિકલાલ અને ચતુરા, જર્મનીથી લૅટરીવાળા જગજીવનદાસનું આવવું.
તેમને થયેલું સાધ્વીમાતાનું સ્મરણ, * What better bed than conscience good,
To pass the night with sleep, What better work than daily care
From sin thyself to keep ? -Tusser. પિસ્ટમેન ઘર આગળ કાગળ ફેંકી ગયો કે ચતુરાએ તે તરતજ લઈ ઘરમાં જઈ રમણિકલાલના હાથમાં આપ્યો અને ખભે બે હાથ ભરાવી ઉભી રહી. રમણિકલાલ કાગળ ફેડી વાંચવા લાગે. ચતુરાએ જરા આડું જોયું કે રમણિકલાલ બોલ્યો “તારાથી કાંઈ છાનું નથી. આડું
• શાંત નિદ્રામાં રાત્રિ પસાર થાય તેવા નિર્મળ હૃદય કરતાં કહ્યું વધારે સુંદર બિછાનું છે? પોતાની જાતને પાપમાંથી બચાવવી એવી કાળજી રાખવાના કામ કરતાં બીજું કર્યું કામ વધારે સારે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com