________________
૨૮
પ્રકરણ ૩૪ મું.
પ્રકરણ ૩૪ મું.
રસિલાલ ઉપર ચારીને આપ. સરિતા ગુમ થયાને ભેદ,
(હરિગીત) આકાશ નિર્મળ સ્વચ્છ જ્યાં નવ અબ્ર એક જણાય છે, ઘડી એકમાં વાદળ છવાઈ વૃષ્ટિ મટી થાય છે, દુનિયા તણા આ રંગ એવા પળ પળે પલટાય છે, કુદરત તણું કૃતિ એવી છે કે કોઈથી ન કળાય છે–લેખક. “માલતી ! જરા ઉપર આવ ને !”
કેમ શું કામ છે?”
“લે આજે એક પત્ર અપરિચિત મિત્રને આવ્યું છે તે સાથે એક દિલ એકાવનારી જુબાનીની નકલ આવી છે, વાંચ” એમ કહી રસિકલાલે આવેલો પત્ર માલતીના હાથમાં મુક્યો. કાગળ હાથમાં લઈ માલતી વાંચવા લાગી
શાકમારકેટ પાસે–કનકનગર.
અષાડ વદ ૧૧ ભાઈશ્રી રસિકલાલ સુંદરલાલ,
પરિચય વગર પત્ર લખવાને પ્રસંગ પ્રાપ્ત થયો છે. હું આપને નામથી ઓળખું છું અને કદાચ આપ પણ મને નામથી ઓળખતા હશે એમ હાલ ચાલતા દીક્ષાના પ્રકરણ ઉપરથી કહી શકું છું. હોસ્પીટલમાં એક વીરબાળા નામની બાઈ અર્ધદગ્ધ જેવી સ્થિતિમાં આવેલી તે ગઈ કાલે હોસ્પીટલમાં મરી ગયેલી. મરતી વખતની તેની જુબાની આપની સાથે સંબંધ ધરાવતી હેવાથી તેમજ સરિતાને ઉલ્લેખ પણ તેમાં કરેલ હોવાથી તેની નકલ આ સાથે બીડું છું તે હું ધારું છું કે આપને ઘણું ઉપયોગી થઈ પડશે. પત્ર લખે તે ઉપરના સરનામે લખશે.
લી. આપનો,
રમણિકલાલ કરસનલાલ નાણાવટી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com