________________
૨૩૬
પ્રકરણ ૩૩ મું.
અમર્યાદા તે મર્યાદા ગણાય છે “પ્રેમ નહીં ત્યાં નેમ છે, નેમ નહીં ત્યાં પ્રેમ” એ વાક્ય યાદ કરે. આ તમારે હાથ મારા હૃદયને સંદેશે તમારા હૃદયને પહોંચાડી રહ્યો છે કે મને મારી ભૂલોનો કેટલે બધે પશ્ચાતાપ થાય છે. આખી જીંદગીભર તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી રહેવાને બંધાઉં છું. તમારા આત્માને પ્રસન્ન રાખવા અને તમારી આજ્ઞા પાળવા મેં મારા જીવ સાથે પ્રતિજ્ઞા કરી છે. આ મારા હદયને સંદેશે તમારા હૃદયને પહોંચાડવા જે મને અત્યારે તક મળી. છે તેથી મારી જાતને ભાગ્યશાળી માનું છું અને તેને લાભ લઈ રહી છું.”
આ પ્રમાણે ચતુરા રમણિકલાલ આગળ પિતાનું હૃદય ખાલી. કરી રહી છે એટલામાં ફઈબા બોલતાં બેલતાં બહારથી આવતાં સંભબાયાં કે તરતજ ચતુરાએ માથું ઉંચું કર્યું કે રમણિકલાલે પોતાને પગ ઉઠાવી લઈ એસીકુ મુકી દીધું અને જોડે બેસી રહે. ફઈબા બારણું ઉઘાડી અંદર આવ્યાં અને બોલ્યાં “ભાઈ રમણિકલાલ! મને જરા વાર થઈ, દીવાળીબાઇને મોટા દેરે દર્શન કરાવ્યાં. ચતુરા માટે દુધ કરવું છે કે સાબુખાની કાંજી?”
રમણિકલાલ-“અત્યારે દુધ આપવામાં આવે છે માટે શેર દુધ તૈયાર કરે. હવે મરચું અને તેલ શીવાય બધું ખાવાની છુટ આપી છે.”
ચતુરા–“ફઈબા! હવે તે મારામાં શક્તિ આવી છે” એમ કહી. ચતુરા ખાટલામાંથી ઉભી થઈ રસેડામાં ગઈ અને કહેવા લાગી “તમે રહેવા દો, હું મારા હાથે દુધ બનાવીશ.”
ફઈબા–“ચતુરા ! તું તે બધું ભૂલી ગઈ હઈશ. તમે સાધ્વીએ. તે તૈયાર રઈ ઉપર ધર્મલાભ દઈ હાજર થવાવાળાં રહ્યાં.”
ચતુરા–“હું તે સાધ્વી થઈને પસ્તાઈ. પુછો આ દીવાળીકાકીને. બંધ વાંક મારી માને અને કંચનશ્રી સાધ્વીને છે. તેમણે મને ખરાબ કરી. સાધ્વીએ પોતાની ચેલીઓને શું દુઃખ આપે છે !! હું તે જોઈને ત્રાસ પામી ગઈ. મેં જે છ માસ કાઢયા છે તેવા દુશ્મનને પણ ન
આવજે. મારું નસીબ એટલું સારું કે હૈસ્પીટલમાં મેળાપ થયો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com