________________
૨૪૪
પ્રકરણ ૩૪ મું.
તમારા બચાવ માટે પૂરતા પૂરાવા છે. તેવા બદમાસેને જેલમાં મોકલવા જોઈએ. તમારા જેવા કેળવાયેલા અને શ્રીમંત સંભાવિત ગૃહસ્થ ઉપર ચેરીને આરોપ મુકે તેને અર્થ શું? તેવા લોકોને તે શિક્ષા થવી જ જોઈએ.”
આ પછી સરિતાની વાત નીકળી. ઈન્સ્પેકટરને ઉપરની હકીકતથી તે ગુસ્સો થયું હતું તેમાં સરિતાની હકીકત સાંભળી કે તે વધારે ગુસ્સે થયો અને જણાવ્યું, “હું છુપી પોલીસ દ્વારા કામ લઉં છું. હું તમને મદદમાં એક પિલીસને માણસ આપું છું. જ્યાં જ્યાં તપાસ કરવો હોય ત્યાં કરે. પોલીસનો માણસ જોડે હોવાથી તમને બીજા
સ્થળોએ પોલીસ મદદ કરશે. પેલી મેનકા, જયંતીલાલ, પ્રાણલાલ વિગેરે માટે ત્યાંની પોલીસને તપાસ ચાલુ છે. તેમની સૂચના પ્રમાણે અમે પણ અમારા જીલ્લામાં ખબર આપી દીધી છે. તમે લકે જે અમને આ પ્રમાણે મદદ કરે તે હમણાં એવા ગુન્હેગારોને જેલમાં પધરાવી દઈએ. પેપરમાં તમારા લોકેની હકીકત વંચાવી સાંભળું છું. કનકનગરની દીક્ષાના ભવાડા સાંભળ્યા. તમે પણ સભા ભરી ઠીક ઠરાવ કર્યા. જ્યારે એ પ્રમાણે સામા પડશે ત્યારે એવા સાધુઓ અને તેમના ઠગ ભક્તો સીધા થશે.”
આ પ્રમાણે વાત કરી ત્યાંથી બંને મિત્રો નીકળ્યા. ચંદ્રકુમાર પિતાની ઍફીસમાં ગયો અને રસિકલાલ પિતાને ઘેર ગયો. ઘેર જઈ સઘળી હકીકત માલતીને કહી.
માલતી–“આજે આપણે વાળુ કરી સાંજે ચંદ્રકુમારને લઈ અશ્વિનીકુમારને ત્યાં જઈએ, અને તેમની સલાહ બેસે તો પેલા બદમાસ ઉદયચંદ ઉપર બદનક્ષીની ફરીઆદ માંડીએ, અને સરિતા માટે શું પગલાં ભરવાં તેની ગોઠવણ કરીએ. મારો તો મીજાજ ખસી ગયો છે.”
રસિકલાલ–“મારો પણ એજ વિચાર છે.”
આમ સલાહ મેળવી બંને વાળુ કરી સાંજે મેટરમાં ચંદ્રકુમારને ત્યાં ગયાં. અરધો કલાક વાતચીત કરી ત્યાંથી ચંદ્રિકુમાર અને સરલાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com