________________
રસિકલાલ ઉપર ચોરીને આરેપ.
૩૪૧
૩૪૧
પિોલીસે કાગળો બનાવવા માંડયા છે, મામલો ગંભીર થશે. પણ રસિકલાલ ! પેલા દાગીના તમારી પાસે છે ને?”
રસિકલાલ–“તે દાગીના તે વીરબાળા મારી પાસે મુકી ગયેલી, મેં તીજોરીમાં મુકેલા પણ એક દિવસે મેં તીજોરી ઉઘાડેલી તે વખતે તે ડબ્બી હું બહાર ભૂલી ગયો. નોકરના જોવામાં આવી અને છાની રીતે ઉપાડી નાસી ગયે. બે ત્રણ દિવસે તીજોરી ઉઘાડતાં અમને ખબર પડી. પોલીસમાં મેં ફરીઆદ અરજી આપી. તપાસ કરતાં તે દાગીના એક ચોકસીને ત્યાં વેચાયેલા તે પોલીસે પકડયા, નેકર હજુ જેલમાં છે અને દાગીના યાદીમાં લખ્યા પ્રમાણે પોલીસના તાબે છે. કેસની મુદત પડેલી છે.”
મેનેજર–“તે દાગીનાની યાદી તે વીરબાળાના હાથની તમારી પાસે છેને?”
રસિકલાલ–“હા, તે મારી પાસે છે. તેની નકલ ઉતારીને મેં અરજી સાથે આપેલી છે.”
મેનેજર–“ ત્યારે તે કાંઈ હરકત જેવું નથી.”
આમ વાત કરતા હતા એટલામાં પોલીસ ઇન્સ્પેકટર ત્યાં આવી પહેઓ અને કહેવા લાગે “કેમ શા તાજા સમાચાર છે?”
રસિકલાલે મેંઢથી કેટલીક વાત કહી સંભળાવી પેલો જુબાનીને કાગળ તેમના હાથમાં મુકો. પોલીસ ઇન્સ્પેક્ટર થોડીક લીટીઓ વાંચી કહેવા લાગ્યો “મને ટેલીફેનમાં આ વાત જણાવી હેત તો કાગળ બધા લેતો આવત. આજેજ મારા ઉપર આ સંબંધી કનકનગરની પોલીસનું લખાણ છે તેમાં વીરબાળાની જુબાનીની નકલ આવી છે. વળી પેલા ઉદયચંદ શેઠે એક ફરીઆદ આ રસિકલાલ ઉપર કરી છે જેના સંબંધી તમને ગઈ કાલે વાત કરી છે તે પણ સાથે લેતો આવત”
રસિકલાલ--“મારા ઉપર ફરીઆદ શાની?”
ઈસ્પેકટર–“મારી ઑફિસમાં તમે બને આવો, ફરીઆદ અરજી વાંચી જુઓ, વીરબાળાની જુબાની તમારા ઉપયોગની છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com