________________
કનકનગરની હોસ્પીટલ-દરદી પતિ પત્નીને મેળાપ. ૩૩૩
wwwnnwunum
ચતુરશ્રીએ સાધ્વીનાં કપડાં ઉતારી સંસારીપણુંનાં કપડાં પહેરી લીધાં અને પાછાં ચતુરાબાઈ બની ગયાં. અને દીક્ષા વખતે
હે ચતુર સદગુણું સુંદરી ! આ ભક્તિ ક્યાંથી આદરી ? વૈરાગ્ય માર્ગ સંચરી સંસાર શું ગઈ વિસરી ? સ્વામીની ભક્તિ સ્વામૌસેવા સ્વામી નિજ સુખ માનવું,
સ્ત્રીને પતિ સાક્ષાત દેવા શાસ્ત્ર વાણી આ ખરી. ” એવી તેમના માટે જે પત્રિકા છપાઈને બહાર પડી હતી તેમાં પ્રકટ કરેલી શીખામણને સ્વીકાર કર્યો.
સાંજે રમણિકલાલ સારી મોટર લઈ હૈપ્પીટલમાં ગયે, ચતુરાબાઈ વરસાદની માફક રાહ જોઈ રહી હતી, રમણિકલાલને દેખી શરમાઈને હશી પડી, જુને સંબંધ તાજો કર્યો, પત્ની તરીકે રમણિકલાલની જેડે મેટરમાં બિરાજમાન થઈ ગઈ અને પેલી સારવાર માટે રહેલી, ગાંધારીવાળી બાઈને સાથે લઈ તેઓ ઘેર ગયાં.
નીચે ઘરના એક હવાવાળા ઓરડામાં ચતુરા માટે પાટીવાળા ખાટલા ઉપર બિછાનું પાથરી દરદીને જોઇતી સઘળી સામગ્રીઓ તૈયાર રાખવામાં આવી હતી. ચતુરાને બારણામાં આવતી દેખી ફઇબા ઘણું ખુશી થયાં. ચતુરા ઘરમાં આવીને તૈયાર રાખેલા ખાટલા ઉપર બેઠી. ફઈબાએ ખુશીના સમાચાર પુછયા. સાથે આવેલાં ગાંધારી ગામવાળાં બાઇ તે ફઇબાને ઓળખીતાં નીકળ્યાં. થોડી વાર પછી ફઇબા પેલી બાઈને લઈ દેરે દર્શન કરાવવા ગયાં કે ચતુરાએ ઘરનું બારણું આવું કરવા રમણિકલાલને સૂચના આપી. રમણિકલાલ વાતને ભેદ સમજ્યો પણ જાણી જોઈ તેણે અજાણતા બતાવી. આ વખતે ચતુરા ટકીઆના ટકણે ખાટલા ઉપર બેઠી હતી. રમણિકલાલ બારણું બંધ કરી તેની પાસે બેઠે અને ચતુરાને હાથ લઈ પિતાના હદય સાથે દબાવ્યો. ચતુરાનું હૃદય ભરાઈ આવ્યું અને રમણિકલાલના ખોળામાં માથું મુકી ચતુરા ખૂબ રડવા લાગી.
રમણિકલાલે કહ્યું “હમણું ફઈબા ને પેલાં દીવાળીબાઈ આવશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com