________________
૩૩૨
પ્રકરણ ૩૩ મું.
લાગે “ચાલો હું પણ તમારી સાથે આવું છું, હવે તેને ઘેર લઈ જવી હોય તે સુખેથી ઘેર લઈ જાઓ. ડ્રેસીંગ કરવાની જરૂર નથી.” એમ સલાહ આપી તે બંને સાધ્વીના ઓરડામાં ગયા.
રમણિકલાલ મેં ઠાવકું રાખી સાધ્વીની સામું જોઈ હાથ જોડી મીઠી મશ્કરીમાં બોલ્યા “કેમ છે મહારાજ સાહેબ! શાતા છે ને?”
રમણિકલાલને જોતાં જ સાધ્વીની આંખમાં હર્ષના આંસુ ભરાઈ આવ્યાં. તે જોઈ ડોકટર કહેવા લાગે “રમણિકલાલ તમને વંદના કરવા આવે અને તમે આમ કરે તે સારું કહેવાય ? તમારે હવે ઘેર જવું હોય તે રજા છે. રમણિકલાલ તેડવા માટે આવ્યા છે, તે મારા બાળમિત્ર છે, હવે ઉપાશ્રયમાં જવું છે કે રમણિકલાલના ઘરમાં?”
ચતુરશ્રી આંખો સાફ કરી સ્વસ્થ થઈ જરા હસતા મુખે બોલી “ઉપાશ્રયમાં જઈ ધરાઈ આવી, હવે તે તમારા મિત્ર ઘેર લઈ જાય તે જુને સંબંધ તાજો કરવાને ધારું છું અને તેનું જ ચિત્તવન કરી રહી છું. આખી રાત તેજ ચિત્તવનમાંજ ગાળી છે.”
ડોકટર–“મારા મિત્ર તે કયારના લઈ જવાને તૈયાર છે, પણ તમારી ઈચ્છા જાણવા માગે છે.”
ચતુરથી-“મેં તો મારી ઇચ્છા તેમના મિત્ર દશરથલાલને કયારની જણાવી છે.”
ડોકટરઅત્યારે હવે આ પીળા કપડે કયારે કેરે મુકશે?”
ચતુરશ્રી–“તમારા મિત્ર મુકાવે ત્યારે, પણ તેને બદલે બીજા કપડાં જોઈએ તે હું કયાંથી લાવું?”
ડોકટર “તેની ચિંતા તમે શું કરવા કરે છે? તે ચિંતા તે કપડાં બદલાવનારને હોય.”
રમણિલાલ–“હમણાં ઘેર જઈ કપડાં મોકલાવું છું. સાંજે હું મેટર લઈ તેડવા આવીશ. આપણે સાથે ઘેર જઈશું.” આમ નક્કી કરી ત્યાંથી બંને જણ વિદાય થયા. રમણિકલાલ ઘેર જઇ માણસ સાથે પહેરવા જેટલાં કપડાં હૈસ્પિીટલમાં મોકલી આપ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com