________________
૩૩૦.
પ્રકરણ ૩૩ મું.
સંદેશે અક્ષરે અક્ષર કહી સંભળાવ્યો. આ પ્રમાણે સાધ્વી થયેલી પત્નીના દુ:ખને અને પસ્તાવાને હેવાલ સાંભળી રમણિકલાલની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. વેશ છેડી પાછી પત્ની તરીકે જોડાવવાની ઇચ્છા જણુંવ્યાથી રમણિકલાલનું મન તે તરફ ખેંચાયું. તેને હવે શારીરિક દુઃખની સાથે માનસિક દુઃખ કરાવી પીડા આપવી ઠીક લાગી નહીં, તેથી તેણે દશરથલાલને કહ્યું “તમે સવારે હૈપ્પીટલમાં તેમની પાસે જાઓ ત્યારે તેમને કહેજો કે તમારી માગણનો સ્વીકાર કરવામાં આવશે, અને હું તમને જરૂર મળીશ.’ હવે મારી ઓળખાણ કરાવવા હરકત નથી. તે બધું જાણું ગયાં છે.”
દશરથલાલ-“મેં તે તમારી સૂચના પ્રમાણે કેટલીક વાત અદ્ધર ઉડાવી હતી પણ તેમણે તે બીજા રસ્તે બીજા પ્રશ્ન કરી હકીકત જાણી લીધી. એટલે હવે ઓળખાણ કરાવવી બાકી રહી નથી.”
રમણિકલાલ–“તે સાધુના ભરમાવ્યાથી ઉપાશ્રયમાં જવા લાગી, સાધ્વીઓએ દીક્ષા લેવા માટે ભેળવી, માબાપે ટેકો આપ્યો અને વળી માબાપને પૈસાની લાલચ મળી તેથી તે સાધ્વી થઈ. બાપ મારી સંમતિને કાગળ પણ લઈ ગયા હતા. સાધ્વી થયા પછી દુઃખ પડયું હશે, સાધ્વીઓની ચાકરી ઉઠાવી થાકી ગઈ હશે, ટુંકારા અને ગાળો ખમવી પડી હશે, ગુરૂએ કાઢી મુકી હશે, પરિણામે પસ્તાવો થયા, હશે, આ કારણથી સંસારમાં પાછા આવવાની ઈચ્છા થવી જોઈએ. ઘેર આવશે એટલે બધી હકીકત જાણવામાં આવશે.”
દશરથલાલ–“ભાઈ રમણિકલાલ! હાલ તે તેમને એવો પસ્તાવો થાય છે કે વાત કરતાં કરતાં તે રડી પડે છે.” ' રમણિકલાલ–“મેં વિચાર એવો કર્યો છે કે તમે કાલે સવારે ત્યાં જજે અને હું નવ વાગ્યાના સુમારે ત્યાં આવીશ અને ડોકટરને મળીશ. હવે તેમને આરામ થવા આવ્યો હશે, માટે જે ડોકટર ઘેર લાવવાની સલાહ આપશે તો સાંજે ઘેર લેતા આવીશું. ઘેર લાવવાની વાત તેમના. આગળ જણાવશે નહીં. તે વાત હું આવીને કરીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com