________________
૩૨૮
ચતુરશ્રી—“ કયા પ્રશ્નને ?”
દશરથલાલ— “ આરામ થયા પછી ક્યાં જશે! તે પ્રશ્નને.
પ્રકરણ ૩૩ મું.
-
ચતુરશ્રી—“ વાહ ! મેં સાક્ જણાવી દીધું છે કે જ્યાં નસીબ લઇ જાય ત્યાં. શું તે જવાબ ન કહેવાય ?
""
66
""
દશરથલાલ~~ તે તે ખેલવાની એક સામાન્ય રૂડી છે. ચતુરશ્રી—“ હું ખરું કહું છું, મેં ઉદ્ધૃતાઇ કરી દીક્ષા લીધી, હવે પસ્તાઉં છું, અત્યાર સુધી મને વિચાર કરવાનું સુઝતું નહતું પણ તમે તમારા મિત્રની સુખશાતાના સારા સમાચાર કહ્યા ત્યારથી અમુક દિશામાં જવું એટલું તે નક્કી કર્યું છે. પણ હવે તે દિશામાં શી રીતે જવું તે માટે મુંઝાઉં છું. તે તેાડ તમારા મિત્ર ધારે તે કાઢી આપે એમ મારૂં મન સાક્ષી પૂરી રહ્યું છે. ભાઇ દશરથલાલ ! તમારા મિત્ર પરણેલા છે કે કુંવારા છે ? ”
"9
દશરથલાલ- પરણેલા તે। હતા પણુ.. ચતુરશ્રી—“ પણ કહી કેમ અટકી ગયા ?”
દશરથલાલ—“ પણ બૈરાં દેખાતાં નથી. હેાય તે આટલા બધા
દ
મંદવાડમાં ચાકરી કરવા કેમ ન આવે?''
100000
""
39
ચતુરશ્રી—“ તે ક્યાં ગયાં છે તેની ખબર છે ? " દશરથલાલ—“ એક દિવસ કાઇની આગળ મારા મિત્ર કહેતા હતા કે પત્નીએ તે! દીક્ષા લીધી છે.”
દશરથલાલના આ શબ્દોથી ચતુરશ્રીને સેાએ સેા ટકા ખાત્રી થઈ કે જરૂર તે તેમના સંસારીપણાના પતિ રમણિકલાલ. તેમને મળવાની તીવ્ર ઇચ્છા થઇ આવી. જો રમણિકલાલ પત્ની તરીકે પાછી સ્વીકારવા તૈયાર થાય તેા સાધ્વી વેશ છેાડી તેમની સાથે રહેવું અને કરેલી ભૂલની મારી માગવી એવા વિચાર કરવા લાગી. આવા વિચારાથી ઉદ્ભવતી આનંદદાયક આશાનાં કિરણેા તેના મુખ ઉપર પ્રકાશ મારવા લાગ્યાં. આ જોઈ દશરથલાલે પ્રશ્ન કર્યાં “ કેમ મહારાજ ! મનથી જરા જરા હસવા લાગ્યાં ?'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com