________________
૩૨૬
પ્રકરણ ૩૩ મું.
તરફ વધારે આકર્ષાયેલું રહ્યું. દશરથલાલ દિવસમાં બે વખત સાધ્વીની ખબર પુછવા જત અને પાસે બેશી તેમને ધીરજ આપતે.
પરેશનથી સાધ્વીને એકદમ સારું થવા લાગ્યું. દશરથલાલની સાથે જીવ મળવાથી એક સાંજે સાધ્વીએ દશરથલાલને પુછયું “ભાઈ દશરથલાલ! જ્યારથી હું અત્રે આવી છું ત્યારથી તમને રોજ અહીં જોઉં છું. વળી હાલમાં તે મારી સારવારનું કામ પણ તમે ઉપાડી લીધું છે. શું તમે અત્રે દવાખાનામાં રહે છે ?”
દશરથલાલે જવાબ આપ્યો “ના, હું દવાખાનામાં રહેતો નથી, પણ મારા એક મિત્ર અહીં ઘણા લાંબા વખતથી દરદી તરીકે હતા, મરી જાય તેવી અસાધ્ય સ્થિતિ થઈ હતી પણ ઠેકટરની દવા અને સારવારથી ધર્મપસાથે સારું થયું. તેની ચાકરી કરવા હું અહીં રહેતા હતા, તે હમણાં થોડા દિવસથી જ ઘેરે ગયા છે અને તેમની ભલામણથી હું તમારી સારવારમાં રેક્ક છું, તેથી અને વારંવાર આવવું થાય છે.”
ચતુરશ્રીએ પુછ્યું “તે તમારા મિત્રનું નામ શું?”
દશરથલાલે જવાબ આપ્યો “તેમણે નામ કહેવાની ના પાડી છે. એટલે લાચારીથી નામ આપી શકતા નથી.”
ચતુરશ્રી–“તે હાલ ક્યાં છે?” દશરથલાલ–“તે અહિ જ તેમને ઘેર છે.” ચતુરથી—“તેમનું ઘર ક્યાં આવ્યું ?” દશરથલાલ-“તે પણ કહેવાની મને જ પાડી છે.” ચતુરથી—“તે શું કરે છે?”
દશરથલાલ–તે તે મેં તમને કહ્યું તેમ માંદા હતા અને હ્રસ્પીટલમાંજ હતા. તેમની જોડે જ હું રહેતો હતો, તે હવે તેમની ફઈ આવવાથી અને ડોક્ટરે ઘેર જવાની રજા આપવાથી પોતાને ઘેર ગયા છે અને હવે તમારી ચાકરી કરવા તેમણે મને કહેલું છે.”
ચતુરથી–“હવે તો તમારા મિત્રની તબીઅત સારી છે ને?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com