________________
કનકનગરની હોસ્પીટલ-દરદી પતિ પત્નીને મેળાપ. ૩૨૫
દશરથલાલ–“ત્યારે તે તમારા સંસારીપણાના પતિ અહીં કનકનગરમાંજ રહેતા હશે ?”
ચતુરથી “પ્રભુ જાણે તે ક્યાં હશે ?” એમ કહી છાતી ભરાઈ આવવાથી આગળ બોલી શક્યાં નહીં અને રડવા લાગ્યાં.
મહારાજ! રડશે નહીં, હવે તમને તસ્દી નહીં આપું.” એમ દિલાસો આપી ત્યાંથી દશરથલાલ ચાલતો થયો અને રમણિકલાલને મળ્યું. તેણે તેને સવિસ્તર હકીકત કહી. તે સાંભળી રમણિકલાલે કહ્યું “ભાઈ દશરથલાલ ! હવે આપણે તે સાધ્વીની ચાકરી કરવી જોઈએ. હું હવે ઠીક થયો છું, વળી ડોકટરે પણ તમારા કહેવા પ્રમાણે ઘેર જવાનું કહ્યું છે માટે ચાકરી કરવામાં હરકત આવશે નહીં.”
દશરથલાલ–“સારવાર કરવા આવેલાં પેલા માણસે જે અત્રે કાઈની મદદ મળે તે પોતાના ગામ જવા માગે છે, કંટાળેલાં જણાય છે.”
' રમણિકલાલ–“ભાઈ દશરથલાલ ! તમે મારી ઘણું ચાકરી ઉઠાવી તેને બદલે વાળવો તે ઘેર ગયો પણ ઉલટ હું તમને બીજી સારવારની ઉપાધિમાં નાખું છું કે હું વ્યાજબી કરતો નથી એમ મને લાગે છે, પણ તેમ કર્યા વિના છૂટકોજ નથી. મારી વિધવા ફઈ માલિકા ગામમાં છે તેને કાગળ લખી તેડાવું. તે આવે એટલે આપણે ઘેર જઈએ.” એમ કહી કાગળ લખવા બેઠે. તે કાગળ લખી રહ્યા પછી બીજો પત્ર રસિકલાલના ઉપર લખી તે સાથે પેલી બળી ગયેલી વીરબાળાની છેવટની જુબાનીની નકલ ઉતારી બીડી. તે શિવાય બીજા પત્રો લખી ટપાલમાં રવાના કરાવી દીધા. પેલી સાધ્વીની સારવાર માટે ડોક્ટરને મળી એક અઠવાડીઆ માટે બે સારી બાઈએની ગોઠવણ કરી દીધી અને તેમની મદદમાં સાધ્વીને ખાવાપીવાની સવડ કરી આપવા માટે ગાંધારીથી આવેલી એક વિધવાને રિકી રાખી બાકી બીજાં માણસને ગાંધારી જવાની રજા આપી.
ત્રણ ચાર દિવસ થયા કે રમણિકલાલનાં ફેઈ આવ્યાં. રમણિકલાલ ડૉકટરની રજા લઈ ઘેર ગયો પણ તેનું મન પેલી સાખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com