________________
કનકનગરની હોસ્પીટલ-દરદી પતિ પત્નીનો મેળાપ. ૩૨૩
યુવકે જવાબ આપ્યો “હા સારું છે, ડૉકટરે કહ્યું છે કે દરદ મટતા સુધી અહીં દવાખાનામાં રહેવું પડશે. તમે શ્રાવક છે?”
દશરથલાલ–“હા, શ્રાવક છું, મેટે જાણવાની ઇચ્છા થઇ છે.” યુવક–“તમે ક્યાં રહે છે ?”
દશરથલાલ-“અહીં કનકનગરમાંજ રહું છું, ગઈ કાલે તમને આ દવાખાનામાં જ મળ્યો હતો.”
યુવક–“હા, બરાબર છે, હવે યાદ આવ્યું. સાધ્વીજીના ઍપરેશન વખતે તમે અત્રે આવ્યા હતા.”
દશરથલાલ–“તમને અમારી મદદની જરૂર છે?”
યુવક–“જરૂર તે ઘણું છે, અમે બધાં ગાંધારીનાં રહીશ છીએ. આ ચતુરશ્રીનાં ગુરૂ કંચનશ્રી એવાં વિચિત્ર અને નિર્દય છે કે આ સાધ્વી માંદાં પડયાં એટલે તેમને ગાળો દઈ તેમને દુઃખી સ્થિતિમાં મુકી ચાલતાં થયાં. દયા આવવાથી તેમની મદદમાં એક ઉત્તમશ્રી સાધ્વી તથા તેમનાં ચેલી ચંદનથી ત્યાં રહ્યાં, દરદ મટયું નહીં અને મસા દુઝવા લાગ્યા. વૈદ્યની દવાઓ કરી. બિચારાં ખૂબ બુમો પાડતાં. અમને દયા આવી તેથી ચોમાસું હોવા છતાં પણ મેટરમાં અહીં લાવ્યા. આવી સ્થિતિમાં મુકીને શી રીતે જવાય ? જોડેની વીશીમાં રહેવાને તથા ખાવાપીવાને બંદોબસ્ત કર્યો છે. પણ અમે આમ ક્યાં સુધી બેટી થઈએ ? અત્રેના ગૃહસ્થ જે હવે સારવારનું કામ ઉપાડી લે તે અમે અમારા ગામ જઈએ.”
દશરથલાલ–“તેમનાં માબાપ છે ?”
યુવક–“હા છે, પણ તે તે ઉલટાં ગાળો બોલે છે. એક દિવસ તેની મા આવી હતી પણ તે તે તેને રોવરાવી ચાલી ગઈ અને કંચનથીને પક્ષ કરી અમારા જેવા સારવાર કરનારને પણ ગાળો દેવા લાગી. કંચનથી પેલા સૂર્યવિજયના સંધાડાનાં છે એટલે મગજમાં રાઈ વધારે ભરાયેલી છે. માટે જે બને તો અમને મદદ કરે તે
અમે છુટા થઇએ. તમારું નામ શું?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com