________________
કનકનગરની હોસ્પીટલ.
૩૨૧
એટલામાં જયંતીલાલ અને મેનકા આવ્યાં. વીરબાળાને મરેલી જોઈ જયંતીલાલ પોક મુકી રડવા લાગે. પણ હવે રડે કે પસ્તાવો કરે શું વળે ?! વીરબાળા ગઇ તે ગઇ, હમેશના માટે આ ફાની દુનિયા છેડી ચાલી ગઈ. કહ્યું છે કે –
સહસા કામ કર્યા થકી હાય હર્ષને નાશ, દેખ આ દષ્ટાંતથી કહે કવિ શામળદાસ.
પ્રકરણ ૩૩ મું.
કનકનગરની હૈોસ્પીટલ,
દરદી પતિપત્નીને મેળાપ. * Fair moon ! Why dost thou wane ?
That I may wax again. - James Montgomery. + Joys as winged dreams fly fast Why should sadness longer last ? -Samuel Fletcher.
ભાઈ રમણિકલાલ! હવે આપણે હૈસ્પીટલમાંથી ઘેર જઇએ તો? એ ઉપરથી એમ વિચાર લાવશે નહીં કે મને કંટાળો આવ્યો છે તેથી હું તમને કહું છું.” *
“ભાઈ દશરથલાલ ! મને તે વિચાર આવે જ નહીં. પણ પૅક્ટર કહે તે પ્રમાણે કરવું જોઈએ, કારણ કે સભાગે ગંભીર દરદમાંથી હું બેઠે થયે છું, ફરી ઉથલો મારે તે વખતે આકરું પડે અને પસ્તાવો થાય.”
• પ્રશન–અરે ચંદ્ર! તું શા માટે ક્ષીણ થતું જાય છે? જવાબહું ફરી પાછો વૃદ્ધિ પામું તે માટે.
! જ્યારે સ્વપ્નની માફક આનંદે એકદમ ઉડી જાય છે ત્યારે શાક પણું શા માટે લાંબો વખત ટક જોઈએ?
૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com