________________
૩૨૨
પ્રકરણ ૩૩ મું.
ગઈ કાલે પેલી વીરબાળા મરી ગયા પછી હું સ્ત્રી વૈર્ડમાં ગયે હતા, ત્યાં એક ઓરડામાં એક સાથ્વીના મસાનું ઑપરેશન ચાલતું હતું. તેથી ત્યાં અરધા કલાક ઉમે રહ્યા હતે. ડોકટરને પછી મળ્યો. સ્વાભાવિક રીતે તેમણે મને કહ્યું કે “તમારા મિત્રને હવે ઘેર લઈ જશે તે હરકત નથી. તે ઉપરથી ઘેર જવાનું કહું છું.”
તે સાધ્વી કોણ હતી તેને તપાસ કર્યો હતે?”
હા, અરધે કલાક તેજ કામ કર્યું હતું. સાધ્વીનું નામ ચતુરથી હતું, તેમની ઉમર આશરે વીસ વરસની હશે. તેમની સારવાર માટે બે ત્રણ વિધવાઓ તથા એક બે યુવકે જણાતા હતા. હું તેમને મળ્યો હતા. તેમણે તે તે સાધ્વીના દુઃખની ઘણું વાત કરી. મંદવાડને લઈને તેમનાં ગુરૂસાધ્વીએ તેમને ગાંધારીમાં છેડી દઈને ચાલ્યાં ગયાં. જ્યારથી તેમણે દીક્ષા લીધી છે ત્યારથીજ મંદવાડનો ભોગ થઈ પડ્યાં છે અને ઘણાં જ દુઃખી થાય છે. બે ત્રણ માસ સુધી ઘણીએ દવાઓ કરી, દરદ મટે ને ઉથલા મારે, એમ કરતાં તેમને છેવટે મસાનું દરદ થયું, અસહ્ય વેદના થવા લાગી તેથી શ્રાવકોને દયા આવવાથી ચોમાસું હવા છતાં પણ ખાસ મોટરની સવડ કરી તેમને હરકત ન થાય તેવી રીતે હોસ્પીટલમાં લાવેલા છે.”
દશરથલાલના આ શબ્દો સાંભળી વધુ હકીક્ત જાણવાની ઈન્તજારીથી રમણિકલાલે પુછયું, “પછી તમે તે સાધ્વીને મળ્યા હતા?”
“ના હું તેમને મળ્યો નથી. કારણકે તે વખતે તે તેમનું પરેશન ચાલતું હતું.'
જે આજે તેમને ઠીક હોય અને બેલી શકે તેવી સ્થિતિમાં હોય તો તેમના મેઢેથી બધી હકીકત પુછી આવો. પણ એટલું ધ્યાનમાં રાખવું કે કોઈ પુછે છે મારું નામ કહેશો નહીં.”
દશરથલાલ ત્યાં ગયો, ચતુરથી ખાટલામાં સુઈ ગયેલાં હતાં, બે બાઈઓ તથા એક યુવક સારવાર કરતાં હતાં. દશરથલાલે યુવકને
પુછયું “સાધ્વીજીને શાતા છે ને?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com