________________
કનકનગરની હાસ્પીટલ-દરદી પતિપત્નીના મેળાપ. ૩૨૯
ચતુરશ્રી—ભાઇ દશરથલાલ ! હર્ષ થવાનાં ત્રણ કારણા ભેગાં થયાં છે. એક કારણ તેા એ કે જે વસ્તુ નષ્ટ થયાની ધાસ્તી હતી તે કાયમ છે, બીજું કારણ એ કે જેવસ્તુ મેળવવી મુશ્કેલ હતી તે સહેલી થઈ પડી છે, અને ત્રીજું કારણ એ કે મારા રાગ હવે મટતા જાય છે, દિવસે દિવસે સારે આરામ થતે જાય છે. માટે મનથી આનંદ થાય છે. હવે આ આનંદમાં જરા ન્યૂનતા રહેલી છે,તે ન્યૂનતા તમારા મિત્ર મને મળવા આવે કે નિકળી જાય. તે જો મારી માગણીને સ્વીકાર કરે તે। હું આ માંદગીના ખીછાનેથી ઉડ્ડી સીધી તેમને ઘેર જાઉં અને આ સાધ્વીનાં કપડાં ઉતારી તેમની પત્નીનાં કપડાં ધારણ કરૂં. કેમ દશરથલાલ ! તડારા પ્રશ્નના મારા જવાબને ખુલાસા સમજાય ? જ્યાં સુધી તે મને નથી મળ્યા ત્યાં સુધી કયાં જવાનું છે તે શી રીતે નક્કી થાય? તમે તમારા મિત્રનું નામ દઇ એળખાણ આપતા નથી પરંતુ હવે બીજી દરેક તમારી વાત ઉપરથી મને ચેાકસ ખાત્રી થાય છે કે તમારા મિત્રનું નામ રમણિકલાલ કરસનલાલ નાણાવટી છે. તે મને એળખી ગયા છે તેથીજ નામ જણાવવાની તમને ના પાડી છે. તેમને સંદેશા કહેજો કે હું આ સાધ્વી વેશ છેાડી કરી તમારી આજ્ઞાંકિત પત્ની તરીકે જોડાવા માગુ છું. તમને સુખ શાતામાં જાણી મને ધણાજ આનંદ થયા છે અને છુપી રીતે મારી સારવાર કરી રહ્યા છે તેને બદલેા હું જીવીશ ત્યાં સુધી વાળીશ. પ્રથમના જેવી મૂર્ખાઇ નહીં કરૂં' આટલા મારા સંદેશા તમારા મિત્ર રમણિકલાલને કહેજો. ભૂલશે. નહીં, અને તેને જરૂર જવાબ લાવશેા.”
"
દશરથલાલ—“મહારાજ! તમે કહા છે. તેમજ છે, તમારા સંદેશા જરૂર તેમને કહીશ, જવાબ આપશે તે લેતા આવીશ.”
ચતુરશ્રી—તે સંદેશાની સાથે એટલું પણ કહેજો કે શા માટે મળવા આવતા નથી તેના ખુલાસા જરૂર પુછીને લાવો.”
આ પ્રમાણે વાત કરી સંદેશા લઈ દશરથલાલ ત્યાંથી ઉડીને પરભારે। રાત્રે રમણિકલાલને ઘેર ગયા અને બનેલી વાત જાહેર કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com