________________
વીરબાળાએ કરેલો આપઘાત.
૩૧૯
અઘટતે હુમલો કરવાની તેની તૈયારી હતી પણ હું બચી ગઈ, કાલે તેવો હુમલો મારા ઉપર કર્યો અને બળાત્કાર કરવાની તૈયારી હતી પણ સારા નસીબે વચ્ચે અવકાશ મળવાથી તેમાંથી બચવા આ કામ મેં મારા હાથે કર્યું છે.” એમ બેલી તે રડવા લાગી.
કેરેનર દિલાસો આપી પુછવા લાગ્યો “આ વખતે તમારે ધણી જોડે હતો ?”
વીરબાળા–તે તે બાજુના ઓરડામાં હતા. તેજ પાસે રહી આવાં કામ કરાવતા. મારા ઘેર બીજી એક મેનકા નામની બૈરી છે. એ અવળા રસ્તે ચડેલી છે. મારે ધણુ ગ્રાહક લાવી આપે છે.”
કોરોનર–“ત્યારે તમારા ઘરમાં કુટણખાના જેવું કામ ચાલે છે?”
વીરબાળા–“જે કહે છે. મારી જાતને બગડવાનો સંભવ ઉભે થયો એટલે મેં આ કામ કર્યું છે.”
કેરેનર-“તમારે બીજું કાંઈ કહેવું છે?”
વિરબાળા–“હા. મારા ધણી ભદ્રાપુરીમાં પહેલાં સટ્ટો કરતા હતા. નુકસાન આવતું એટલે મને મારતા, મારા દાગીના પડાવી લેતા, અને દુઃખ દેતા. એક વખતે મેં મારા દાગીના માગ્યા ત્યારે તેમણે મારા દાગીનાને બદલે બીજા દાગીના આપ્યા. તે મેં ભદ્રાપુરીવાળા રસિકલાલ સુંદરલાલને ઘેર મુકેલા છે માટે જે હું મરી જાઉં તે તે દાગીના ત્યાંથી લઈ આ દવાખાનામાં ધર્માદા ખાતે ખચજે. તેની યાદી મેં તેમને આપેલી છે.”
કેનર–પેલી મેનકા તમારે ત્યાં રહે છે તેની હકીકત તમે જાણે છે ?'
વીરબાળાબતે અમારા આવ્યા પછી આવી છે. તેની સાથે એક શ્રાવકની છડી સરિતા નામે આવી હતી. બક્ષીપુરથી નસાડી કઈ અને બંનેને લાવીને મુકી ગયેલા. મેનકાને મારા ધણુએ નાકરડી તરીકે રાખી અને સરિતાને કઇ સેબત સાથે મારા ધણીએ
તેજ રાત્રે બક્ષીપુર મોકલી દીધી એમ મારા ધણી કહેતા હતા. મેનકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com