________________
વીરબાળાએ કરેલો આપઘાત,
૩૧૭
ભૂલી ગઈ હતી તેથી બંને દીવાસળીએ ગુલ થઈ મને સૂચના કરી રહી છે” એમ ચિંતવન કરી ત્રણ નવકાર મંત્રનું સ્મરણ કરી દીવાસળી સળગાવી પોતાની સાડીને લગાડી દીધી.
સ્પીરીટ અને ગાસલેટથી ભીંજાયેલાં કપડાંને સળગતાં વાર શી ? એકદમ ભડકે થયો. અગ્નિની અસહ્ય વેદના સહન ન થવાથી વીરબાળાએ કારમી ચીસ પાડી. ચીસ પાડવાની સાથે જોડેના ઓરડામાં બેઠેલી મેનકા દોડી આવી અને પાસેના ઓરડામાંથી જયંતીલાલ અને પ્રાણલાલ બારણું ઠોકવા લાગ્યા.
મેનકાએ ગભરાઈ તરતજ બારણું ઉઘાડયું, પાણીની માટલી લાવી ખૂબ પાણી છાંટયું. વીરબાળા એકદમ જમીન પર પછડાઈ. જયંતીલાલ તથા પ્રાણલાલે પાણી લાવી છાંટી અગ્નિ ઓલવી નાખી. વીરબાળાની અર્ધદગ્ધ દયાજનક બેભાન સ્થિતિ થઈ પડી. આ બનાવથી ત્રણે જણ ઘણાંજ ગભરાયાં. પ્રાણલાલ કહેવા લાગ્યો “હવે હીંમત હારે પટશે નહીં, આપણે એમ વાત બહાર પાડવી કે “ચા બનાવવા સ્ટવ સળગાવતાં સાડી સળગી અને બળી.”
આ પ્રમાણે નિશ્ચય કરી વીરબાળાને એક ગોદડા ઉપર સુવાડી. ઘડીઘડી બળત્રાથી કારમી ચીસ પાડતી. બાજુમાંથી બસંતીલાલ, બકુલ તથા બીજા પાડોશી આવ્યાં અને જીવ બાળવા લાગ્યાં. બસંતીલાલ તેને હૈસ્પીટલમાં લઈ જવા સલાહ આપી. તેમની સલાહ પ્રમાણે તે હોસ્પીટલમાં ગયા અને ત્યાંથી સ્ટ્રેચર અને હોસ્પીટલનાં માણસો લઈ આવી વીરબાળાને હરકત ન આવે તે પ્રમાણે તેને સંભાળપૂર્વક સ્ટ્રેચરમાં નીચે ઉતારી Öસ્પીટલમાં લઈ ગયા અને ઝવેરી પ્રાણલાલ બાબુસાહેબ પિતાને ઘેર ચાલતા થયા. વેંકટરોએ દવાના ઉપચારો શરૂ કર્યા. સવાર થતાં તે બુમો પાડતી મટી. આઠ વાગ્યા એટલે આંખ જરા ઉઘડી. થોડી વારે શુદ્ધિમાં આવી અને જરા જરા બોલવા લાગી. નર્સ સારવાર કરતી હતી, જયંતીલાલ અને મેનકાને ધીરજ
આવી અને ઈતિ સામાન લેવા ઘેર ગયાં. જ્યાં તે વીરબાળાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com