________________
૩૧૬
પ્રકરણ ૩૨ મું.
*
*
આવવું પડશે. એટલે તમારી કડી સ્થિતિ થશે. મેનકા પણ રીસે ભરાશે. માટે તમે તેમની લેખી સંમતિ લઈ આવે. તમે ખુશ થાઓ તેવી તૈયારી હું કરી રાખું છું. રજા મેળવ્યા પછી તમે તમારી જેટલી મનકામના હોય તેટલી પૂરી કરે. મને તૈયારી કરતાં અરધે કલાક લાગશે માટે અરધા કલાક પછી કમાડ ખખડાવજે.”
વીરબાળાના આવા મધુર અને નહીંધારેલા શબ્દો સાંભળી પ્રાણલાલ ઘણે ખુશી થયો અને દીવાનખાનામાં ગયો એટલે વીરબાળાએ બારણું બંધ કરી સાંકળ વાશી દીધી. જાણતી હતી કે ધણું રજા આપવાને છે એટલે તે પાછો આવી હુમલો કરી જરૂર બળાત્કાર કરશે અને જંદગી ભ્રષ્ટ કરશે. ગઈ રાતથી મનમાં ઘોળાતા વિચારને અમલ કરવા જોડેના રસોડામાં ગઈ. શરીરમાં વ્યાપેલા ઝનુનમાં સ્પીરીટનો બાટલો હાથમાં લઈ વિચારમાં પડી “સાહસ કરું કે ન કરું? નહીં કરું તે મને અપવિત્ર બનાવશે, મને કોઈપણ આ ફાંસામાંથી છોડાવે તેમ નથી. ધણજ દલાલી ખાવાને તૈયાર થયા પછી જીવવું કે ના આધારે ? કાલે વચન આપી આજે મને ભ્રષ્ટ કરવા આ પ્રપંચ રચ્યો. જે મારે રક્ષક તેજ મારે ભક્ષક થઈ બેઠે છે. રોજ તે ને તે જ માગણી કરે, શી રીતે સહન થાય ? આવા દિવસ કેટલા કાઢવા? પહેલાં સટ્ટાનું પાપ વળગ્યું હતું, હવે આ બદમાસ બસંતીલાલની સોબતથી વ્યભિચારનું પાપ વળગ્યું, બંને દુઃખમાંથી ઉચી ન આવી. હવે તે મરીને જ આ દુઃખમાંથી મુક્ત થયા શીવાય બીજો ઉપાય નથી. બસ સુખી થવાનું આજ સાધન છે” એવા દઢ નિશ્ચયની સાથેજ સ્પીરીટને શીસો સાલ્લા ઉપર ઢાળી દીધો, જોડે પડેલો ગાસલેટને શીસો પણ ઢાળી દીધે. દીવાસળીની પેટી હાથમાં લીધી, એક દિવાસળી સળગાવી, તે ગુલ થઈ ગઈ, બીજી સળગાવી તે પણ ગુલ થઈ. “અરે આમ કેમ થાય છે ? મારું કામ સાધવામાં આ દિવાસળીઓ ગુલ થઇ કેમ વિઘરૂપ થાય છે? હે વીતરાગ ! હે પ્રભુ ! હા! યાદ આવ્યું. મારી છેલ્લી મુસાફરીના પ્રયાણ વખતે ત્રણ નવકાર મંત્રનું સ્મરણ કરવું જોઈએ તે હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com