________________
૩૧૪
પ્રકરણ ૩૨ મું.
સીનેમામાં જઈ આનંદ કરી આવીએ.”
મેનકા–“હા હા, ચાલો સીનેમા જોવા જઈએ.” જયંતીલાલ-“ચાલો, વીરબાળા! તમે કપડાં પહેરી લે.” વીરબાળા–“પાછા ફરતાં બહુ મોડું થશે.”
પ્રાણલાલ-“દસ વાગે શરૂ થઈ બાર વાગે ખલાસ થશે. બે કલાક આનંદ કરી આવીશું. આપણે બધાં સાથે છીએ એટલે સારી રમુજ આવશે. જયંતીલાલ ! તમે કપડાં પહેરી લો, હું બેઠે છું.”
જયંતીલાલ પોતાના ઓરડામાં ચાલ્યો ગયો. મેનકા વિરબાળાની પાસે આવી કહેવા લાગી “આજે પેલો સુંદર ઝીણે સાલ્લો શેઠને પસંદ પડે છે તે પહેરે. અને પિાલકું પણ સરસ કાઢે” એમ કહી બીજા ઓરડામાં કબાટ આગળ લઈ ગઈ. કબાટ ઉઘાડયું અને બધી સામગ્રી આપી મેનકા બીજા એરડામાં ચાલી ગઈ. પ્રાણલાલ ધીમે રહી ઉભો થઈ વીરબાળા શું કરે છે તે છુપી રીતે જોવા લાગે.
વીરબાળા કબાટ તરફ મેં રાખી ચોળી કાઢી નાખી પલકું પહેરવા લાગી. પાસે કઈ નથી એમ જાણું છુટા છેડે પહેરતી હતી, તે બરાબર પહેરી ઝીણો સાલ્લો પહેરવા લાગી. અને તકતામાં જે પિન બરાબર ભરાવતી હતી કે પ્રાણલાલે પાસે જઈ “લા પીન હું ભરાવું” એમ કહી ધીમે રહી અડપલું કર્યું કે વીરબાળાને મીજાજ ગયો, તે છણકે કરી કહેવા લાગી “અરે બાબુસાહેબ! આ શું કરે છે? કયાં ગઈ પેલી મેનકા ?”
મેનકા શાની બોલે ! આગળથી પ્રપંચ ગોઠવેલો જ હતો. મેનકાને બદલે પ્રાણલાલે જવાબ આપ્યો “મેનકા હમણાં આવે છે, શું કરવા ગભરાઓ છે? હું તમને નહીં સતાવું. બે દિવસથી તમે મને તરસ્યો અને ભુખ્યો કાઢો છે તે તમને પાપ નહીં લાગે ? આજે તે પાછો નહીં જાઉં.” એમ આગ્રહભર્યા માર્મિક શબ્દો બોલી આલિંગન કરી ચુંબન કરવા જાય છે કે વીરબાળા કોપાયમાન થઈ બોલી “પ્રાણલાલ! મુકી દો, આ મને પસંદ નથી. શું કરે છે. આવી મશ્કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com