________________
૩૧ર.
પ્રકરણ ૩૨ મું.
સાહેબ નહીં કહેતાં પ્રાણકુમારસિંહ કહીને બોલાવીશ. બરાબર રજવાડી ઠાઠ કર્યો છે, કેમ મેનકા ! રાજકુંવર જેવા દેખાય છેને ? તારાં શેઠાણી ક્યાં ગયાં? તેમને કહીએ કે શેઠ બોલાવે છે.” મેનકા અંદર જઈ વીરબાળાને બોલાવી લાવી. વીરબાળા આવીને ખુરશી ઉપર બેઠી. તેમને ઉદાસ મુખે જોઈ પ્રાણલાલે પુછ્યું “કેમ આજે આમ રીસાચેલાં જણાઓ છે ? કાંઈ ઘરમાં કજીએ તે થયો નથીને ?”
વીરબાળા–“ના તેવું કાંઈ નથી. કાલને ઉજાગરે હતો તેથી વહેલી સુઈ ગઈ હતી, ઉંઘને લીધે એમ લાગે છે.”
જયંતીલાલ-વીરબાળા! કેમ આટલી બધી દૂર બેઠી ? અહીં જોડે બેસ. આજે હું બહાર જવાનો નથી. નિર્ભય રહે."
હું તે નિર્ભય છું” એમ ધીમે રહી બેલી વીરબાળા જોડેની ખુરશી ઉપર આવીને બેઠી.
જયંતીલાલ–“કેમ બાબુસાહેબ! કાંઈ બઝારના જાણવાજોગ સમાચાર છે ? હું આજે શેરબઝારમાં ગયો નહોતે.”
પ્રાણલાલ–“જયંતલાલ ! આજે ખાસ કાંઈ જાણવા જેવા સમાચાર નથી પરંતુ તમારા ભાગમાં શેરને વેપાર કર્યો હતો તેના નફાના રૂપીઆ પંદરસો ગણુ લો.” એમ ઉદારતા બતાવી ખીસામાંથી નેટ કાઢી ટેબલ ઉપર મુકી.
જયંતીલાલ “મેટી મહેરબાની કરી. પણ આ રૂપીઆમાંથી આ વીરબાળાના કાનના હીરાના કાપની કીંમત જે હેય તે કાપી લો.”
પ્રાણલાલ–“તેની કીંમત લેવા માગતો નથી. વીરબાળા બેનના કાને અડયા એટલે તે તેમના થઈ ચુક્યા. ભલે તે મારા ઉપર ગુસ્સે થાય પણ મારે સ્નેહ તેમના ઉપરથી કદીપણ કમી થાય તેમ નથી. મને તે તેમનું મુખારવિંદ જોઈ આનંદ થાય છે. એ કાપની જોડી વીરબાળાબેનને ભેટ છે. તેવી એક જોડીની ભેટ, પણ તેનાથી જરા ઉતરતી, આ તમારા આનંદી રમકડાને-મેનકાને આપી છે.”
મેં પણ આજે તેજ ભેટની જેડી પહેરી છે” એમ કહી માથું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com