________________
વીરબાળાએ કરેલો આપઘાત.
૩૧૫
અને તેફાન થતું હશે ?”
પ્રાણલાલ મીજાજ ઠેકાણે રાખી “ના, તોફાન નથી કરતા પણ તમારી જરા મધુરી મશ્કરી કરું છું.” એમ કહી સાહસ કરી ચુંબન કરી છેડી દીધી. આથી વીરબાળાએ ક્રોધે ભરાઈ ગર્જના કરી તમે અહીંથી ચાલ્યા જાઓ.”
પ્રાણલાલ–“મારી માગણું સ્વીકારો તો ચાલ્યો જાઉં.”
આ સાંભળી વીરબાળા વિચારમાં પડી ગઈ, “હવે જે આનાકાની કરીશ તો જરૂર મને ખરાબ કરશે માટે મારે હવે તેને જરા ધીરજ આપી છટકવું અને ધારેલે હેતુ બર લાવો” એમ સમયસૂચકતા વાપરી ક્રોધને પરાણે દબાવી રાખી ધીમે રહી વીરબાળા બોલી “શી માગણું છે ?”
પ્રાણલાલ “ક્યાં તમે જાણતા નથી ?”
વીરબાળા“તેવી માગણને સ્વીકાર થાય ? તમારા ભાઈ જાણે તે મને મારી નાખે, સમજ્યા?”
પ્રાણલાલ–“જયંતીલાલ તમને રાજીખુશીથી રજા આપે તે. પછી કાંઈ વધે છે?”
સાહસિક બની આ પ્રસંગમાંથી છટકવા યુક્તિ શોધી વીરબાળાએ હસીને જવાબ આપ્યો “પછી મને જરાપણુ વાંધો નથી.”
પ્રાણલાલ–“પછી આ સુંદર બદનને રસ ચાખવા દેશેને ?”
વીરબાળા–“જેટલો રસ ચાખવો હોય તેટલે ચાખજે.” પણ મારે તો માત્ર તેમની રજાની ખાસ જરૂર છે. ઉપરથી તમને છુટ લેવાની હા કહે અને અંદરથી મને ના કહે તેથી મારે ગુસ્સે થવું પડે છે માટે માફ કરજે. હવે મારી શરમને ભેદ સમજ્યા ? પણ જુઓ,એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. તે છટકી જાય તેવા છે. માટે લેખી કરાર કરી લેજે, પાછળથી વાંધો આવે નહીં. એક દિવસને નહીં પણ આખી જીંદગીને સદો છે. આપણે સંબંધ થયા પછી તેમને ઇર્ષા આવશે અને મને લડશે. તે વખતે મારે તમારી પાસે દાદ મેળવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com