________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ. ૨૭ ~ ~ ~ ~
~~~~ ~~ ~ એમજ હોય. પહેલાં તે મારો જીવ અહીં ગોઠો નહોત; તું પણ નવાનવી આવેલી, આપણે ઓળખાણ નહીં, એટલે ક્યાંથી આટલી બધી એકદમ છુટ લેવાય ? ”
મેનકા–“શેઠ સાહેબ ! તેમની વાત ખરી છે. મને પણ શરૂઆતમાં એવું લાગતું હતું. પહેલા દિવસે જે તેમને જીવ ગભરાતે હત તેજ મારે ગભરાતો હતો. પણ તમે ગ્રાહક એવા ખાનદાન અને આનંદી લાવો છે કે તેમનો સહવાસ કરવો ગમે, એક કલાકને બદલે બે કલાક તેમની સાથે ગાળવા ઈચ્છા થાય.”
આમ વાતમાં સવા આઠ થયા કે નીચે બાબુ સાહેબની મોટરને અવાજ થયો. જયંતીલાલ સમજી ગયો. મેનકાને સાંકળ ઉઘાડી નાખવા સૂચના આપી. મેનકા સાંકળ ઉઘાડી અંદરના હોલમાં જે ગોઠવણ કરવા જેવી હતી તે કરી આવી.
પ્રાણલાલ બાબુ બારણું ઉઘાડી અંદર આવ્યો. તેને જોઈ જયંતીલાલ પ્રસન્ન મુખે બોલ્યો “બાબુ સાહેબ! તમારી રાહ જોઈને જ બેઠાં છીએ. મેનકા! જા, સ્ટવ સળગાવી ચા તૈયાર કર. સ્પીરીટને બાટલો ભરેલો છે, સંભાળીને સળગાવજે.”
પ્રાણલાલે કહ્યું “ખરી વાત છે, હમણાં સ્ટવના અકસ્માતો ઘણું બને છે, ગઈ કાલેજ છાપામાં હતું કે સ્પીરીટની શીશી કપડા ઉપર ઢળવાથી અને તેને ભડકે લાગવાથી બાઈ બિચારી ચા બના- સાસુ”
- બે ચા બનાવવા રસેડામાં ગઈ. વીરબાળા તેની સાથે જતી હતી પણ જયંતીલાલે હાથ પકડી અટકાવી. હવે તે ક્યાં સુધી શરમ? બાબુસાહેબ ! મને આની બધી રીત ગમે છે, પણ કેઈ આવે છે ત્યારે આમ શરમાઈને વેગળી ખસે છે, તે મને બીલકુલ ગમતું નથી.
વીરબાળા તરતજ બેલી “ના ખોટું બોલે છે. હું પહેલાં કેટલી બધી લાજ કાઢતી હતી? હવે ક્યાં બીલકુલ કાઢું છું? હવે તે તમારી સાથે ફરવા પણ આવું છું અને તમે કહે છે તે પ્રમાણે કરું છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com