________________
૩૦૬
પ્રકરણ ૩૧ મું.
પ્રાણલાલ-“ચાલો ત્યારે હવે તેમ નહીં કરું. તમારા સ્વભાવની શી ખબર પડે ? હવે દૂર રહીને વાત કરીએ તે વાંધો નથીને ?”
મેનકા–“નેકલેસ નહીં કાઢવા તમે તેમને હાથ પકડ્યો એટલે તેમને લાગ્યું કે તમે મશ્કરી કરે છે. બાકી તમારા માટે તેમને ઘણે સારે અભિપ્રાય છે. તમને સગા ભાઈ જેવા ગણે છે.”
પ્રાણલાલ-“પણ તેમને સગી બેન જેવાંજ સમજી આટલો ભાવ બતાવું છું, દસ લાખને કીમતી માલ મારે તેમને બતાવવાની શી ગરજ ? પણ જ્યારે આપણે આટલો સંબંધ છે ત્યારે દેખાડવા લેતો આવ્યો અને પહેરાવવા આગ્રહ કર્યો.”
આવા નમ્ર શબ્દોથી વીરબાળા નેકલેસ કાઢતી અટકી ધીમે રહી બોલી “મને લાગ્યું કે તમે મશ્કરી કરે છે તેથી ચમકીને ઉભી થઈ.”
મેનકા–“શેઠાણી ! આ કબાટ આગળ આવે, નેકલેસની ખરી ખુબી ત્યારે જણાશે. નાના તકતામાં આખું અંગ દેખાતું નથી.” એમ કહી કબાટ આગળ બંને જણ ઉભાં રહ્યાં. પ્રાણલાલ પાછળ ઉભું રહી તકતામાં વીરબાળાના પ્રતિબિંબને ત્રાંસી નજરે જોવા લાગે. નજર મલીન થઈ પણ અચકાયે. પ્રાણલાલ બત્તીઓ ગુલ કરી અંધારું કર્યું કે મેનકા બેલી “આ શું કર્યું?”
તમારી શેઠાણને તકતામાં પણ શરમ આવતી હતી તેથી અંધારું કર્યું” એમ જવાબ આપી પ્રાણલાલે એકદમ વીરબાળાને સ્પર્શ કર્યો કે વીરબાળા ચમકી ક્રોધાયમાન થઇ બેલી “શું કરે છે !”
અરર ! માફ કરજે. હું તે મેનકા છે એમ સમજે. લો હું બતી કરું” એમ જુઠે બચાવ કરી પ્રાણલાલે બત્તી પ્રકાશિત કરી. વીરબાળા આડું જોઈ નેકલેસ કાઢીને ટેબલ ઉપર મુકો. “આવી રીત રાખવી હોય તે હું મારા ઓરડામાં ચાલી જાઉં છું.” એમ ગુસ્સો કરી વીરબાળા ચાલવા લાગી.
મેનકા નમ્રતાથી કહેવા લાગી “આમ ન રીસાઓ. અંધારામાં ઘણની ભૂલો થાય છે. કેઇને બદલે કોઈની સાથે ગોટાળા થઈ જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com