________________
૩૦૪
પ્રકરણ ૩૧ મું.
કે નેકલેસ મેનકાએ હાથમાં લીધે અને વીરબાળાની બાજુમાં ઉભી રહી વાત કરવા લાગી, વાતના પ્રસંગે બરાબર લાગ સાધી વીરબાળાના માથેથી સાલ્લો પાછળથી ખેંચી લઈ માથું ઉઘાડું કરી નેકલેસ્ટ પહેરાવવા લાગી કે વીરબાળા ચમકીને બોલી “ અરે મેનકા ! આ શું કરે છે ? મને તે શરમ આવે છે.”
“આમ શું કરે છે ? એમ કર્યામાં કદાચ તુટી જાય, હું કાંઈ પુરૂષ નથી. શા માટે મારાથી ડરે છે ? ગભરાશે નહીં. ઠેસ ભરાવું એટલી વાર છે.” એમ કહી પાછળ ઉભી રહી ઠેસ ભરાવવા લાગી. આ વખતે પાછળથી મેનકા પ્રાણલાલને આંખને ઈસારે કરી વધુ છુટ લેવા સૂચના કરી.
પ્રાણલાલ “ઠેસ ભરાવતાં કેટલી વાર?”
મેનકા–“તમારી વિલાયતી પદ્ધતિની ઠેસે એવી તે અટપટી હોય છે કે અમને તો સમજણ પડતી નથી. આપણે દેશી આંકડા હોય તે ભરાવો ઝટ ફાવે.”
પ્રાણલાલ–“લાવ ત્યારે હું ભરાવું.” વીરબાળા–“ના તમે રહેવા દે, મેનકાને આવડશે.”
મેનકાને આવડતું હોત તો આટલી વાર લાગત ?” એમ કહી પ્રાણલાલ ઉભે થઈ પાછળ ગયે કે વીરબાળાએ માથું ફેરવ્યું.
મેનકા–“શેઠાણું આમ શું કરે છે? હમણું નેકલેસ હાથમાંથી પડી ગયે હેત. ગભરાઓ છે શું કરવા ? બાબુ સાહેબ તમને નહીં અડકે, તે મને બતાવે તે પ્રમાણે હું ઠેસ ભરાવું છું, તે નહીં ભરાવે.” એમ બોલતી બોલતી દસ મીનીટે ઠેસ ભરાવી રહી. પછી સામે આવી આંગળી વતી સેરે સરખી કરવા લાગી કે વીરબાળા બોલી “એ તો મને આવડે છે, તું રહેવા દે.”
“મારો હાથ ન ગમતો હોય તો તમારા હાથે બરાબર કરે, તકતામાં જે ફેટા પ્રમાણે જેમ તમે મારા ગળામાં ગોઠવી હતી તેમ તમે ગોઠવો” એમ સૂચના કરી એક મેટે આયને વીરબાળાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com