________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ. ૩૦૯
-~- ~ ~~ ~~~ તે કાંઈ બોલી જ નહીં. તેથી જયંતીલાલે પુછયું વીરબાળા ! ઉંડા વિચારમાં પડી કેમ કાંઈ બેલતી નથી?”
વીરબાળાએ રીસમાં જવાબ આપ્યો “શું બોલું? મને તે કાંઈ સમજણ પડતી નથી. મેનકાથી બધું કામ લેવાય છે. તે પણ જેવી જોઈતી હતી તેવી તમને મળી આવી છે. પછી મારે ભવ બગાડવાથી શું ફાયદો છે? તમને ખાટું ન લાગે એટલા માટે તમારા કહેવા પ્રમાણે છુટ પણ લઉં છું, તે પણ મને મારા મનથી આકરું લાગે છે છતાં તમને ખુશ કરવાની ખાતર અને તમે રાજી રહો તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરું છું. હવે તમારે છેવટને વિચાર મને પણ ધંધામાં ઉતારવાનું છે તે ભલે તેમ કરે, પણ તેમાં સાર નહીં નીકળે. પછી જે પ્રભુએ ધાર્યું હશે તે થશે?” એમ કહી વીરબાળા રડી પડી.
વીરબાળા ! આમ ન કર ! તારી મરજી વિરૂદ્ધ કાંઈ પણ કરવામાં નહીં આવે. તારી ઇચ્છા પ્રમાણે વર્તીશ. આ તો તારી સલાહ લઉં છું. માટે રડીશ નહીં. રડે તો તને મારા સમ, પ્રાણલાલને સૂચના આપીશ કે જેથી તે તારી મરજી વિરૂદ્ધ નહીં જાય. લે તને વચન આપું છું. નિશ્ચિત જીવે રહે.” એમ વચન આપી આંસુ કહેઈ જયંતીલાલ તેના મનનું સમાધાન કરવા લાગ્યા.
વીરબાળા બોલી “મેં તમારે એકે એક શબ્દ ઉઠાવી લીધે એનું પરિણામ આવું આવે ત્યારે ખાટું ન લાગે અને રડવું ન આવે ? વિચાર કરે. માટે પ્રાણલાલને સાફ સંભળાવી દેજે કે ભલે મેનકાની પાસે આવે પણ આમ મારી પાસે આવી તોફાન ન કરે. તે આવશે એટલે હું તે મારા ઓરડાનાં બારણું બંધ કરી અંદર સુઈ જઈશ. મારા ઉપર તમે બેટું લગાડશે નહીં.” એમ વીરબાળા પિતાના ખરા સ્વભાવ ઉપર આવી ગઈ. બંને જણ શાંત રહ્યાં અને થેલીવાર પછી નિદ્રાવશ થયાં.
[મારા પ્રિય વાચક! આ પ્રકરણમાં શંગારરસને છેડવામાં આવ્યું છે. જો કે કૃત્રિમતાને કે અતિશયોક્તિને લેશ માત્ર પ્રવેશ નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com