________________
પ્રકરણ ૩૧ મું.
-
~-
~
જયંતીલાલ–“ ત્યારે તું તેવું શીખને ? એની નકલ કરતાં તને ન આવડે ? નકલમાં અક્કલની જરૂર નથી.”
વીરબાળા–“ પણ તે તે માલણ એટલે તેને છુટ લેતાં આવડે, મને તે કઈ અડે તે જીવ જાય, મેનકા તો ઉલટી હસે છે. તેને તે કાંઈ જ લાગતું નથી. શું આજે આ બાબુ સાહેબ આખી રાત રહેવાના છે ?”
* જયંતીલાલ “હા, મને એમ કહેતા હતા કે સવારે ચા પીને જઈશ. પણ જેને, ઘડીઆળમાં કેટલા વાગ્યા છે ?”
વીરબાળા–“દસ થવા આવ્યા, કેમ કાંઈ કામ છે?”
જયંતીલાલ–“દસ વાગે મને એક મારા મિત્ર અગત્યના કામે તેડવા આવવાના છે તેની રાહ જોઉં છું, ચાલો આપણે સુઈ જઈએ, મોટર લઈને આવશે તે જઈ આવીશ.” એમ કહી બંને બાજુના ઓરડામાં સુઈ ગયાં.
મેનકાના ઓરડાનું બીજું બારણું બીજા ઓરડામાં પડતું હતું અને ત્યાંથી બહાર જવાનું હતું. વીરબાળાની આંખમાં નિદ્રા ભરાઈ પણ જયંતીલાલ તે ખેાટી નિદ્રાને ઢાંગ કરતો હતો. થોડીવાર પછી કોઈ મોટરને અવાજ થયો કે વીરબાળાને જગાડી કહેવા લાગે “ હમણાં જઈને આવું છું તું બારણાની સાંકળ વાશી જા.”
જયંતીલાલ બહાર ગયે, વીરબાળા સાંકળ વાશી સુઈ ગઈ મેનકા અને પ્રાણલાલ સમજી ગયા કે જયંતીલાલ ખ. મેનકાએ બાજુને ઓરડે ઉઘાડી જયંતીલાલને અંદર દાખલ કર્યો. જયંતીલાલ જોડેના ઓરડામાં જઈ જરા આડે થયો અને પોતાની પવિત્ર પ્રમદા વીરબાળાને મોહજાળમાં સપડાવી ધંધામાં ઉતારવા પ્રાણલાલ અને મેનકા સફળ થાય છે કે કેમ તેના વિચાર ઉપર ચડી ગયો.
ડીવાર થઈ કે મેનકા કમાડ ઉઘાડી રસોડાના ભાગમાં થઈ વીરબાળાના પલંગ પાસે આવી વીરબાળાને કહેવા લાગી “શેઠાણી -જાગો છો ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com