________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ. ૨૯૫ mammam - મેનકા–“શેઠાણી ! તમે ન સમજ્યાં, તેમના સ્વભાવથી હું વાકેફગાર થઈ છું, તેમના સહવાસમાં પાંચ છ વખત આવી છું, તે બહુજ લાયક છે, ઉદાર છે, દરેક વખતે સારી ભેટ આપતા જાય છે. આ કરપચેનને દોરે તમે જે વખાણે છે તે તેમની જ ભેટ છે. તેમની પાસે એવા ઉમદા દાગીના છે કે ઘડીભર આપણને મેહ થાય.”
જયંતીલાલ–“તે તો મોટા ઝવેરી છે, પેરીસની સુંદર અપ્સરાઓ માટે અત્રેથી નેકલેસ તૈયાર કરી તે મોકલે છે. શેર ઉપરાંત ઝવેરાતને વેપાર કરે છે. અકેક નેકલેસ દસ દસ બાર બાર લાખ રૂપીઆને તૈયાર કરી મોકલે છે.”
આમ વાતમાં ને વાતમાં બંને જણ જમીને ઉઠયાં અને દીવાનખાનામાં આવીને બેઠાં. મેનકા જમવામાં અને રસોડાની વ્યવસ્થામાં ગુંથાઈ. વીરબાળા તો પતિને ખોટું ન લગાડવું, તે ખુશ થાય તેમ કરવું, એવા પિતાના નિશ્ચયને વળગી રહી પતિ પ્રત્યે અને ઘરમાં પિતાનું વર્તન રાખતી. પિતાને લાગતું કે પોતે જરા વધારે છુટ લે છે છતાં તેથી પતિ ખુશ થાય છે તેમ જાણીને જતું કરતી.
જયંતીલાલ–“વીરબાળા! બાબુસાહેબે તારી મશ્કરી કરી હતી ?
વીરબાળા–“ જરા ગાલ ઉપર અડપલું કરવા આવ્યા કે હું જતી રહી. તે મને અડે તે કેમ ખમાય? વેગળા રહી ભલે ગમે તેટલી વાતો કરે તે સાંભળીએ પણ એવું અડપલું સહન થાય?”
જયંતીલાલ–“તું ભૂલી, તેમને સ્વભાવ એવો નથી.એ તે તારી પરીક્ષા કરતા હશે. અલબત, તે બોલવામાં એવા છુટા અને મશ્કરીખેર છે કે જાણે હમણું વળગી પડશે.”
વીરબાળા–“મને તો ક્યાંથી સ્વભાવની ખબર પડે? મેનકા બધું જાણે. તમારી મેનકા હવે તો શરીરે બદલાઈ ગઈ, તે આવી ચાલાક અને હોંશીઆર છે તેની તો મને હવે ખબર પડી.”
આમ વાતમાં વખત ગુજારતાં હતાં એટલામાં મેનકા પરવારીને આવી. તેને દેખી વીરબાળા બોલી “મેનકા ! તું જરા તારા માથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com