________________
૨૯૨
પ્રકરણ ૩૧ મું.
આપે છે અને બીજા સાધુઓ તેમનું અનુકરણ કરે એવી આ સભા આશા રાખે છે.
ઠરાવ ૬ ફે–દીક્ષારક્ષક મંડળ તરફથી “દીક્ષાવાજીંત્ર” નામનું અઠવાડીક પત્ર નીકળે છે તે અયોગ્ય દીક્ષાને પોષનારું પાત્ર છે માટે તે તરફ આ સભા તિરસ્કાર બતાવે છે અને તે પત્ર ખરીદ કરીને કે બીજી કોઈ પણ રીતે ઉત્તેજન આપવું નહીં.
ઉપર પ્રમાણે ઠરાવ થયા પછી પ્રમુખે ઉપસંહારનું ભાષણ કર્યું, તે પછી કામ કરનાર સમિતિ નીમાયા બાદ શિષ્ટાચાર પ્રમાણે ઉપકાર મનાયા અને પરિષદુ વિસર્જન થઈ.
પ્રકરણ ૩૧ મું.
વીરબાળાને સપડાવવા મેનકાની પટજાળ,
* दुर्जनः प्रियवादी च नैतद्विश्वासकारणम् । मधुतिष्टति जिह्वाग्रे हृदये तु हलाहलम् ॥ उपकारोऽपि नीचानामपकारो हि जायते ।
पयःपानं भुजंगानां केवलं विषवर्धनम् ॥ “કેમ બાબુ સાહેબ ! હમણાં દસ દિવસથી ઘર આગળ દર્શન દેતા નથી?”
“ભાઈ જયંતીલાલ ! ઠીક તમે શેર બઝારમાં મળ્યા. ચાલો જરા હૈટલમાં ચા પી આવીએ, કાંઈ બજારમાં કામ તો નથી ને?”
કામથી તે ક્યારને પરવાર્યો છું.”
• દુર્જન ગમે તેવો પ્રિયવચની હોય તે પણ તે વિશ્વાસને પાત્ર નથી. કારણકે તેની જીભમાં મધુ ભરેલું હોય છે પણ હૃદયમાં ઝેર હોય છે.
નીચ પુરૂષે ઉપર ઉપકાર કર્યો હોય તો પણ તે અપકાર રૂ૫ નીવડે છે. સર્પને દુધ પાવું તે માત્ર ઝેરને વધારવા રૂપ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com